LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 : લોકરક્ષક બોર્ડ દ્વારા દસ્તાવેજ ચકાસણી પૂર્ણ કર્યા બાદ હાલમાં જ કામચલાઉ યાદી પસંદગી યાદી તથા માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે. કેટેગરી પ્રમાણે પણ યાદી અને માર્ક જાહેર કરવામાં આવ્યા છે.

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

પોસ્ટ ટાઈટલLRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022
પોસ્ટ નામLRD ભરતી કામચલાઉ પસંદગી યાદી
કુલ જગ્યા૧૦૪૫૯
બોર્ડ નામલોકરક્ષક ભરતી બોર્ડ
સત્તાવાર વેબ સાઈટlrdgujarat2021.in

આ પણ જુઓ : CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

પોલીસ ભરતી 2022 સિલેકશન લિસ્ટ 2022

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે. આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 : આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

દસ્તાવેજ ચકાસણી દરમ્યાન SC, ST, SEBC ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ તેઓને આ કેટેગરીનો લાભ મળવા માટે તેના સમર્થનમાં પુરાવા રજૂ કરેલ છે, તે પુરાવા માન્ય ગણી તેઓને કેટેગરીનો લાભ આ૫વામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે. જે પ્રક્રિયા હાલ ચાલુ છે તે અંગે સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવે તેના આઘારે તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.

આ ૫સંદગી યાદીમાં કોઇ ખામી જણાય તો ઉમેદવાર તા.૧૧.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી – બંગલા નં.ગ-૧ર, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં

અરજદારના વાંઘાઓ અંગે વિચારણા કરી તે અંગે યોગ્ય નિર્ણય કરી આખરી ૫સંદગી યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

આ તદૃન કામચલાઉ ૫સંદગી યાદી છે. આ ૫સંદગી યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

વધુ માહિતી માટે સત્તાવાર વેબ સાઈટ પર જઈને સૂચનાઓ વાંચો.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરૂષ ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN૯૦.૦૮૫૧૪૫૩૭૨.૦૬૮૨૦
EWS૮૪.૬૩૫૩૬૪૬૭.૭૦૮
SEBC૮૬.૬૭૫૮૬૪૬૯.૩૪૦૨૪
SC૮૨.૪૨૦૨૩૭૬૫.૯૩૬
ST૭૨.૯૬૦૫૨૨૫૮.૩૬૮

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GEN૭૨.૨૨૦૭૨૬
EWS૬૨.૯૪૦૧૮૧
SEBC૬૭.૭૨૫૪૩૭
SC૬૫.૭૪૫૧૧૮
ST૬૦.૩૩૦૨૫૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરૂષ ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN૮૬.૦૦૫૨૯૩૬૮.૮૦૪૧૧
EWS૮૩.૭૯૦૯૦૬૭.૦૩૨
SEBC૮૫.૯૬૫૩૧૬૮.૭૭૨
SC૮૨.૦૪૫૨૬૬૫.૬૩૬
ST૭૧.૯૬૦૮૦૫૭.૫૬૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GEN૬૭.૧૨૦૧૪૯
EWS૬૧.૫૪૫૪૫
SEBC૬૬.૯૬૦૧૭
SC૬૫.૫૩૫૧૩
ST૫૯.૦૭૫૩૯
LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

SRPF કોન્સ્ટેબલ

કેટેગરીકટ-ઓફ માર્ક્સપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યામાજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ)પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN૮૨.૩૦૦૧૮૧૩૬૫.૮૪૦૧૩
EWS૭૮.૮૧૦૪૪૪૬૩.૦૪૮
SEBC૮૦.૧૦૦૧૧૮૮૬૪.૦૮૦૧૩
SC૭૭.૩૩૫૩૦૯૬૧.૮૬૮
ST૬૬.૨૩૫૬૬૭૫૨.૯૮૮

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટે અહીં કલીક કરો…….

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ ગુણ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022
LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

1 thought on “LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ