ખેલ મહાકુંભ 2023: રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને અન્ય તમામ માહિતી

ખેલ મહાકુંભ 2023: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવેલ છે.

ખેલ મહાકુંભ 2023

ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત શાળાકક્ષાએ અં-9, અં-11, અં-14, અં-17ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભ 2023
ખેલ મહાકુંભ 2023

ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન પ્રક્રિયા

ખેલ મહાકુંભ 2.0નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તારીખ 23-09-2023થી શરૂ કરવામાં આવેલ છે.

ખેલ મહાકુંભ 2023માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in છે.

અં-9, અં-11, અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓને ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે.

અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામ/શહેરની સ્કુલ / હાઈસ્કુલમાંથી અથવા ખેલ મહાકુંભ માટેની વેબસાઈટથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

જીલ્લાકક્ષાએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ કચેરીએથી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ખેલ મહાકુંભ રમત લિસ્ટ (Khel Mahakumbh 2023 Game List)

આર્ચરી, આર્ટિસ્ટિક સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમીન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડે સવારી, ફેન્સીંગ, ફૂટબોલ, જીમ્નાસ્ટીકસ, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, કરાટે, ખો-ખો, લોન ટેનીસ, મલખમ્બ, રોલબોલ, રગ્બી ફૂટબોલ, શૂટીંગ, શૂટીંગ બોલ, સ્કેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ ક્લાઈમીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવેન્ડોસ, રસ્સા ખેંચ, વોલીબોલ, વેઈટ લીંફટીંગ, કુસ્તી, યોગાસન, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, સેપાક ટકરાવ, વુડબોલ.

શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ (ખેલ મહાકુંભ 2023)
વય જૂથરમત
9 વર્ષથી નીચે30 મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
11 વર્ષથી નીચે50 મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
14 વર્ષથી નીચેએથ્લેટિકસ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
17 વર્ષથી નીચેએથ્લેટિકસ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
ઓપન એજ ગ્રુપએથ્લેટિકસ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
40 વર્ષથી ઉપરરસ્સાખેંચ
60 વર્ષથી ઉપરરસ્સાખેંચ
તાલુકાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
વયજૂથરમત
11 વર્ષથી નીચેચેસ
14 વર્ષથી નીચેએથલેટીક્સ, ચેસ, યોગાસન
17 વર્ષથી નીચેએથલેટીક્સ, ચેસ, યોગાસન
ઓપન એજ ગ્રુપએથલેટીક્સ, ચેસ, યોગાસન
40 વર્ષથી ઉપરચેસ
60 વર્ષથી ઉપરચેસ
જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
વયજૂથરમત
11 વર્ષથી નીચેએથ્લેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
14 વર્ષથી નીચેસ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, કરાટે, આર્ટીસ્ટીક સ્ક્રેટીંગ
17 વર્ષથી નીચેસ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી
ઓપન એજ ગ્રુપસ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, શુટિંગબોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટીસ્ટીક સ્ક્રેટીંગ
40 વર્ષથી ઉપરબેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટિંગબોલ
60 વર્ષથી ઉપરબેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ
સીધી રાજ્યકક્ષાએ યોજાતી સ્પર્ધાઓ
વયજૂથરમત
11 વર્ષથી નીચેસ્વીમીંગ, સ્કેટીંગ
14 વર્ષથી નીચેએથ્લેટિકસ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સિંગ, શુટિંગ, ટેકવોન્ડો, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટ્સ કલાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ
17 વર્ષથી નીચેએથ્લેટિકસ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ટેકવોન્ડો, વેઇટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સિંગ, શુટિંગ, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ કલાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
ઓપન એજ ગ્રુપએથ્લેટિકસ, સ્વીમીંગ, ટેકવોન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, જીમ્નાસ્ટીક્સ, સાયકલીંગ (20 કિમી) શુટિંગ, સ્કેટીંગ, વેઇટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સિંગ, મબખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ કલાઈમીંગ, ઘોડે સવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
40 અને 60 વર્ષથી ઉપરયોગાસન

નોંધ: નીચે આપેલ નોટીફિકેશન ધ્યાન પૂર્વક વાંચી પછી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું.

નોટીફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
ખેલ મહાકુંભ 2023

Leave a Comment