ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું: સંપૂર્ણ માહિતી વિગતવાર

ધોરણ 12 પછી શું: વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે. ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી. ધો.૧૨ પછી વિવિધ ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે ,વિદ્યાર્થી પોતાના રસ અને રૂચી અનુસાર ક્ષેત્ર પસંદ કરી શકે છે.

ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું
ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું

ધોરણ 12 પછી શું

આમ જોવા જઈએ તો આપણું બાળક ધો.10 કે 12 ની પરીક્ષા આપે એટલે આપણા મિત્રો કે સગા – સબંધીઓ ધણી સલાહ આપતા હોય છે કે તમારા બાળકને આ ફિલ્ડમાં મુકો તો આગળ જતા એનું ભવીષ્ય સુધરશે અથવા તો સારું રેહશે, ખરેખર તો આખરે એ બાળકને નક્કી હોવું જોઈએ કે હું કઈ ફિલ્ડમાં આગળ વધી સકીશ.

ખરેખર તો ધોરણ 12 પછી આગળ અભ્યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યાનમાં લઇને જે પણ વિકલ્પ પસંદ કરો, તેમાં આપ જો Top પર રહેશો તો – એટલે કે પ્રથમ પાટલીના (First Bench) ના વિદ્યાર્થી રહેશો તો તમારા માટે સમગ્ર આકાશ ખુલ્લું છે.

ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું
ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું

ધોરણ 10 પછી શું

સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી યુવાનો B.Tech, MBBS, B.Sc જેવા કોર્સ કરે છે. પરંતુ આનાથી આગળ પણ એવા ઘણા કોર્સ છે જે યુવાનો માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. તમે ધોરણ 12 સાયન્સ પાસ કર્યું છે અથવા બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છો તો નક્કી છે કે તમે B.Tech, MBBS, B.Sc વગેરે પરંપરાગત અને સ્થિર અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાનું જ વિચાર્યું હશે.

ધોરણ ૧૨ સાયન્‍સ પછી PMT, AIEEE સહિતની ઘણી બધી પ્રવેશ પરીક્ષાઓ આપીને મેડિકલ, એન્‍જિનિયરિંગ, ફાર્મસી, IT વગેરે અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. એટલે કે કોઇ કારણસર ધોરણ ૧૨ સાયન્‍સમાં ઓછા માકર્સ લાવો તો પણ પ્રવશ પરીક્ષાઓ દ્વારા મનગમતા / પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાનો વિકલ્‍પ પણ તમારી પાસે છે.

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું: સંપૂર્ણ માહિતી વિગતવાર”

Leave a Comment