Junior Clerk Exam Date 2023: જુનિયર કલાર્ક પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે - MY OJAS UPDATE

Junior Clerk Exam Date 2023: જુનિયર કલાર્ક પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે

Junior Clerk Exam Date: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની તારીખ 29-01-2023ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી જે પરીક્ષા તારીખ 09-04-2023ના રોજ સવારે 11:00 થી 12:00 કલાક દરમ્યાન મંડળ દ્વારા યોજવામાં આવશે.

Junior Clerk Exam Date 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલજુનીયર ક્લાર્ક પરીક્ષા
પોસ્ટ નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
ટાઈપપરીક્ષા તારીખ
પરીક્ષા તારીખ09-04-2023 (સવારે 11:00 થી 12:00 કલાક)
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in
Junior Clerk Exam Date 2023
Junior Clerk Exam Date 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023

એપ્રિલ મહિનામાં પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની રદ થયેલ પરીક્ષા એપ્રિલ મહિનામાં તારીખ 09-04-2023ના રોજ સવારે 11:00 થી 12:00 કલાકના રોજ લેવામાં આવશે.

અગાઉ રદ કરવામાં આવી હતી પરીક્ષા

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. જેથી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલ ઘણા લોકોની ધરપકડ કરીને આગળ કાર્યવાહી પણ શરૂ છે.

સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “Junior Clerk Exam Date 2023: જુનિયર કલાર્ક પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે”

Leave a Comment