અમને ફોલો કરો Follow Now

Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થી 2023 મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chaturthi 2023, ગણેશ ચતુર્થી 2023: ગણેશ ચતુર્થી દિવસને ભગવાન શ્રી ગણેશજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂંજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો. વર્ષ 2023માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં 19 સપ્ટેમ્બર 2023ના રોજ આવે છે. તો ચાલો આપને ગણેશ ચતુર્થી 2023 ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત તેમજ પૂજાવિધિ વિશે જાણકારી મેળવવાએ.

Ganesh Chaturthi 2023

ગણેશ ચતુર્થી, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દેશભરમાં ઉજવાતા મુખ્ય હિંદુ તહેવારોમાંનો એક છે. આ તહેવાર હિંદુ ચંદ્ર કેલેન્ડર મુજબ ભદ્રા (ભાદરવો) મહિનામાં આવે છે. ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન લોકો ભગવાન શ્રીગણેશની પ્રતિમાઓને અલગ-અલગ હાવભાવમાં સ્થાપિત કરે છે.

Ganesh Chaturthi 2023
Ganesh Chaturthi 2023

આ દસ દિવસીય લાંબો તહેવાર સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યમાં ખુબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. 19 સપ્ટેમ્બરના રોજ વિઘ્નહર્તા ભગવાન ગણેશને ઘરે ઘરે બિરાજમાન (સ્થાપના) કરવામાં આવશે. આ 10 દિવસ લાંબો તહેવાર ગણેશ ચતુર્થીથી શરૂ થશે અને અનંત ચતુર્દશી સુધી ચાલશે. આ દરમિયાન તમે ભગવાન ગણેશને વિવિધ વસ્તુઓ અર્પણ કરી શકો છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી અને ગણેશ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2023

સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશ ખૂબ જ શક્તિશાળી અને દયાળુ દેવતા છે. તેમની પૂજા જે પણ સાચ્ચા દિલથી કરે છે તેમના જીવનમાંથી દુઃખ છુમંતર થઈ જાય છે. કોઈ પણ પૂજા કે શુભ કામની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભોલેનાથ અને માતા પાર્વતીના પુત્ર છે અને જ્ઞાન અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની બુદ્ધિના કારણે તેમને પ્રથમ પૂજનીય દેવતાનું સ્થાન પ્રાપ્ત છે.

આ દસ દિવસ દરમિયાન ભક્તો ગણપતિદાદાની ભક્તિથી ભરેલા જોવા મળે છે. વિવિધ સ્થળોએ ગણપતિ પંડાલો પણ શણગારવામાં આવશે, જ્યાં દરરોજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી જોવા મળેશે. ભગવાન ગણેશને પ્રથમ દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યને શરૂ કર્યા પહેલા શ્રીગણેશની પૂજા જરૂર કરવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે, અને બાપ્પાના ભક્ત ગણપતિની પ્રતિમાને ઘરમાં લાવીને તેમની ભક્તિભાવથી પૂજા કરશે.

ગણેશ ચતુર્થીની પૂજા વિધિ

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના દિવસે વિધિપૂર્વક ગણપતિ બાપ્પાની મૂર્તિને એક ચોકી પર પીળા રંગની ચાદર કે કપડુ પાથરીને સ્થાપિત કરો. તેમનો ગંગાજળથી અભિષેક કરો. પછી વસ્ત્ર, ફૂલ, માળા, જનોઇ વગેરેથી તેને સુશોભિત કરો. તે બાદ અક્ષત, હળદર, નાગરવેલનું પાન, સોપારી, ચંદન, ધૂપ, દીપ, નારિયેળ વગેરેથી પૂજા કરો. બાપ્પાને દુર્વા અર્પિત કરો. મોદક કે લાડુનો ભોગ લગાવો. આ દરમિયાન ઓમ ગં ગણપતયે નમો નમ: મંત્રનું ઉચ્ચારણ કરવું જોઇએ. આ મંત્રનો જાપ કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે. પૂજાના સમયે ગણેશ ચતુર્થી વ્રત કથાનું શ્રવણ કરો. પછી ગણપતિની આરતી કરો.

ગણેશ ચતુર્થી 2023નું શુભ મુહૂર્ત

Ganesh Chaturthi 2023 Muhurat : ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ પ્રારંભ: 18 સપ્ટેમ્બર, બપોરે 12:39 વાગ્યાથી, ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિની સમાપ્તિ: 19 સપ્ટેમ્બર, બપોરે 01:43 વાગ્યા સુધી, સ્વાતી નક્ષત્ર: 19 સપ્ટેમ્બર, સવારથી બપોરે 01.48 વાગ્યા સુધી, પછી વિશાખા નક્ષત્ર, અભિજિત મુહૂર્ત: સવારે 11. 50થી બપોરે 12.39 સુધી

નોંધ : આ માહિતી અમને વિવિધ સોશિયલ માધ્યમથી મળેલ છે તેથી સૌપ્રથમ તમે માહિતી વેરીફાય કરી લેવી.

Leave a Comment