ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં એક સપ્તાહમાં વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવશે. રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી

ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, નર્મદા, છોટા ઉદેપુરમાં પણવરસાદી માહોલ રહેશે. તો અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી

ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદ થવાની આશાઓ અગાઉ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હવે હવામાન વિભાગે પણ વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખુશખબરી આપી છે. હવામાન વિભાગની તારીખો અનુસાર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મેઘરાજા પ્રસન્ન થઈ શકે છે.

Gujarat Monsoon Update

હવામાન વિભાગે રાજ્યમાં આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાનું કારણ રજૂ કરીને જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન બન્યું છે, જે લો-પ્રેશર બની શકે છે, જેની અસરથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે 7, 8 અને 9 તારીખે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

જુલાઈ મહિનાના સારા વરસાદ બાદ ઓગસ્ટમાં વરસાદ નહિ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણકે ખેતરમાં ઉભા પાક ને હાલ પાણીની ખુબ જ જરૂર છે, જો ટાઇમ પર વરસાદ ન આવે તો પાક બગડવાની ભીતિ છે. હાલ સપ્ટેમ્બર મહિનાના 4 દિવસ જતા રહ્યા છે તો પણ હાલ ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે, જેના કારણે પાક બગડ્યો છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ વગેરેમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, કચ્છનો ભાગ સૂકો રહેવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે આ વરસાદ અંગેના કારણ વિશે પણ વાત કરી છે.

હવામાન વિભાગે ઓરિસ્સા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં અને આગામી ત્રણ દિવસ દરમિયાન ઓરિસ્સામાં છૂટાછવાયો વરસાદ રહેશે. આજે તટીય આંધ્રપ્રદેશમાં અને આગામી બે દિવસ તેલંગાણામાં અને આગામી ત્રણ દિવસ કેરળમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અંદામાન-નિકોબાર દ્વિપસમૂહોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે.

નોંધ: હવામાન વિભાગની આગાહી આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા દ્વારા મળેલ છે. તેથી હવામાન ખાતાની સત્તાવાર સાઈટ, ટ્વીટ એકાઉન્ટ જોતા રહો.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ