GSSSB ભરતી 2024: 188 જગ્યાઓ, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ - MY OJAS UPDATE

અમને ફોલો કરો Follow Now

GSSSB ભરતી 2024: 188 જગ્યાઓ, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ

GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 226/202324 સંશોધન મદદનીશ વર્ગ-3 અને આંકડા મદદનીશ વર્ગ-3ની કુલ 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો GSSSB Bharti 2024ની જાહેરાત વાંચ્યા બાદ GSSSB Recruitment 2024 માટે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSSSB ભરતી 2024

જાહેરાત ક્રમાંક226/202324
પોસ્ટ ટાઈટલGSSSB ભરતી 2024
પોસ્ટ નામસંશોધન મદદનીશ ભરતી 2024 અને
આંકડા મદદનીશ ભરતી 2024
કુલ જગ્યા188
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
છેલ્લી તારીખ16-01-2024
સત્તાવાર વેબસાઈટwww.gsssb.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન
GSSSB ભરતી 2024
GSSSB ભરતી 2024

GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે મિત્રો આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ આપેલ છે.

સંવર્ગનું નામજગ્યા
સંશોધન મદદનીશ, વર્ગ-399
આંકડા મદદનીશ, વર્ગ-389
કુલ જગ્યા188

સંશોધન મદદનીશ શૈક્ષણિક લાયકાત / આંકડા મદદનીશ શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સીટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ-1956ના સેક્શન-3 હેઠળ યુનિવર્સીટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ.

કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો 2006 મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.

ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી/હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

તારીખ 16-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં અનામતવર્ગના ઉમેવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો – 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

પગાર ધોરણ

સંશોધન મદદનીશ વર્ગ-3ને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 49,600/- અને આંકડા મદદનીશ વર્ગ-3ને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 40,800/-. પાંચ વર્ષ પુરા થયે નિયમો મુજબ પગાર.

પરીક્ષા ફી

ફોર્મ ભરતી વખતે “General” કેટેગરી પસંદ કરી હોય તેવા (PH તથા Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ રૂપિયા 100/- પરીક્ષા ફી અને નિયમોનુસાર ટ્રાન્ઝેકશન ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદારોએ ફી ભરવાની નથી.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને ત્યાર બાદ જ અરજી કરો.

GSSSB ભરતી 2024 પસંદગી પ્રક્રિયા કઈ છે?

રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 08-11-2023ના ઠરાવ ક્રમાંક ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે.
પરીક્ષા : Part A અને Part B એમ બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)

GSSSB ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSSSB ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 02-01-2024 (14-00 કલાક)
અરજી છેલ્લી તારીખ : 16-01-2024 (23-59 કલાક)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment