ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSRTC ભરતી 2023: ડ્રાઈવર અને કંડકટરની 7404 જગ્યાઓ માટે ભરતી

GSRTC ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની કુલ 4062 જગ્યાઓ અને કંડકટરની કુલ 3342 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 06-09-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર/કંડકટરની સીધી ભરતી (ફિક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી/પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવે છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જઈને આપેલ સમયગાળા દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ભરતી 2023
GSRTC ભરતી 2023
પોસ્ટ નામકુલ જગ્યા
ડ્રાઈવર4062
કંડકટર3342

7404 જગ્યાઓ માટે ભરતી

GSRTC Bharti 2023 / GSRTC Recruitment 2023 / GSRTC Driver Bharti 2023 / GSRTC Driver Recruitment 2023 / GSRTC Conductor Bharti 2023 / GSRTC Conductor Recruitment 2023 દ્વારા કુલ 7404 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે.

12 પાસ અને સમકક્ષ લાયકાત

GSRTC દ્વાર પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત મુજબ ડ્રાઈવર/કંડકટર ભરતી માટે લાયકાત 12 પાસ (10+2) / સમકક્ષ લાયકાત માંગેલ છે. અન્ય લાયકાતને લગતી માહિતી માટે જાહેરાત વાંચો.

લાયસન્સ

  • ડ્રાઈવર : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઈવર લાયસન્સ ઓછામાં ઓછુ 4 વર્ષ જુનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવી ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહી તથા હેવી લાયસન્સ પછીનો ડિઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચર વર્ષનો અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.
  • કંડકટર : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટી.

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાઈવર કક્ષામાં પાંચ વર્ષ માટે 18,500/- ફીક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. અન્ય માહિતી માટે જાહેરાત વાચો.

વય મર્યાદા

  • ડ્રાઈવર : 25 થી 33+1 = 34 વર્ષ
  • કંડકટર : 18 થી 33+1 = 34 વર્ષ
  • (અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.)

અરજી / પરીક્ષા ફી

ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) અરજીપત્રક ફી રૂ. 50 + રૂ. 9 (GST 18%) = કુલ રૂ. 59 https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારનો 1:15ના રેશિયો મુજબ 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થયો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહી.

ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250 + પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે.

નોંધ: તમામ ઉમેદવારોએ સત્તાવાર જાહેર કરવામાં આવેલ સૂચનાઓ પહેલા વાંચી લેવી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

GSRTC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 07-08-2023
અરજી છેલ્લી તારીખ : 06-09-2023

ડ્રાઈવર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કંડકટર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ