GSEB HSC Hall Ticket 2023: ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSEB HSC Hall Ticket 2023: ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023

ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ના વિદ્યાર્થીઓની GSEB HSC Admit Card 2023 પ્રકાશિત કરેલ છે. શાળાઓ સત્તાવાર વેબસાઈટ પર શાળા લોગીન દ્વારા GSEB Std 12 Hall Ticket 2023 ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓએ HSC હોલ ટિકિટ GSEB 2023 માટે તેમની સંબંધિત શાળાઓની મુલાકાત લેવી પડશે.

ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023

પોસ્ટ ટાઈટલધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023
પોસ્ટ નામGSEB HSC Hall Ticket 2023
સંસ્થા નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
રાજ્યગુજરાત
સત્તાવાર વેબસાઈટgseb.org

આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા પ્રવેશપત્ર 2023

GSEB HSC Hall Ticket 2023

ધોરણ 12 ના તમામ ઉમેદવારોની માર્ચ 2023ની જાહેર પરીક્ષા તારીખ 14-03-2023 થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) તારીખ 02-03-2023 થી બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.

ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023
ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023

ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023 કઈ રીતે ડાઉનલોડ કરશો?

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, સામાન્ય પ્રવાહના આપની શાળાના નિયમિત/રીપીટર વિદ્યાર્થીના ઓનલાઈન ભરેલ આવેદનપત્રના આધારે ઉમેદવારોની પ્રવેશિકા (હોલ ટિકિટ) ઓનલાઈન મુકવામાં આવેલ છે. રાજ્યના તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે,પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલ ટિકિટ) તારીખ 02-03-2023ના રોજ બપોરે 14:00 કલાકથી બોર્ડની વેબસાઈટ gen.gsebht.in અથવા gsebht અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

પ્રવેશપત્ર પાછળ આપેલ સુચના અવશ્ય વાંચવી

પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ 2023 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો / માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્રમાં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ જગ્યાએ આચાર્યશ્રીનો સહી સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટો પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ 12 સામાન્ય પ્રવાહની સુચના (નં 1 થી 23) પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજીયાત આપવાની રહેશે. સૂચનાઓ વિદ્યાર્થીઓએ ફરજીયાત વાંચવાની રહેશે.

14 માર્ચથી શરૂ થશે ધોરણ 12ની પરીક્ષા

ધોરણ 12ની પરીક્ષા માર્ચ 2023ની 14 તારીખથી શરૂ થશે. ધોરણ 12ના પરીક્ષાર્થીના પ્રવેશપત્ર 02-03-2023ના રોજ બપોરે 14:00 વાગ્યાથી ડાઉનલોડ શરૂ થશે.

નોંધ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર થયેલ સુચના (નોટિફિકેશન) અવશ્ય વાંચો.

અખબાર યાદીઅહીં ક્લિક કરો
ધોરણ 12 હોલ ટિકિટ નોટિફિકેશન 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “GSEB HSC Hall Ticket 2023: ધોરણ 12 પરીક્ષા પ્રવેશપત્ર 2023”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ