અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ગીરનાર પર્વત: વરસાદી માહોલમાં સર્જાયો નયનરમ્ય નજારો

ગીરનાર પર્વત: 22 જુલાઈના રોજ જુનાગઢ જીલ્લામાં આભ ફાટ્યું હતું, જેના લીધે ગિરનાર પર્વત પરથી વહી રહ્યો છે વરસાદી પાણીનો ધોધ, સર્જાયો નયનરમ્ય નજારો.

ગીરનાર પર્વત

હાલ સૌરાષ્ટ્રમાં મેઘો મેહરબાન છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના જિલ્લાઓને અસર થવા પામી છે, એમાં પણ 22 જુલાઈના રોજ જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહેલા વરસાદથી ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા ગીરનાર પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું હતા.

ગીરનાર પર્વત
ગીરનાર પર્વત

ગિરનાર પહાડ પર વરસાદ પડ્યો છે. કાળવાની બંને બાજુ આવેલી સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ જે ગિરનારના પહાડ પર વરસાદ પડ્યો હતો તેના કારણે પગથીયા દ્વારા જે પાણી નીચે આવતું હતું તેના લીધે એક નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું જે આપ ઉપર આપેલ વિડીયોમાં જોઈ શકશો.

22 જુલાઈના રોજ જુનાગઢમાં જાણે બારેય મે ખાંગા થઇ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી, તેમજ ઘણી સોસાયટીમાં પાણી ભરાયા હતા, તેમજ ગાડીઓ રમકડાની જેમ પાણીમાં વહેતી જોવા મળી હતી. એમ કહી શકાય કે જૂનાગઢમાં આભ ફાટ્યું હતું, ચારે બાજુ બસ પાણી અને પાણી સિવાય કશું જ દેખાતું ણ હતું.

ત્યાર બાદ સમી સાંજમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અને અમદાવાદમાં જળ બંબાકાર વરસાદ પડ્યો હતો જેના લીધે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના લીધે જન જીવન ખોરવાયું હતું. તો એક બાજુ નવસારીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના લીધે ચારે દિશામાં બસ બસ પાણી અને પાણી જ જોવા મળ્યું હતું.

છેલ્લા ચાર પાંચ દિવસથી સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે, જેના લીધે બધી બાજુ જન જીવને અસર પડી રહી છે, આ વરસાદના લીધે ઘણા રસ્તાઓ બંધ થયા છે, જેના લીધે ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા, આ ધોધમાર વરસાદના લીધે એસટી બસોના પૈડા પણ અમુક જિલ્લાઓમાં થંભી ગયા હતા, તેમજ રેલ્વેની પણ કેટલી મુસાફરી ટ્રેન રદ કરવામાં આવી હતી અથવા તો અડધે સુધીજ દોડતી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટ્સ વગેરેના પ્રબંધ અંગેની જાણકારી મેળવી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. તેમને રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ મદદની સ્થાનિક તંત્રને ખાતરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે મુખ્યમંત્રીશ્રી રાજકોટનો તેમનો પ્રવાસ ટૂંકાવી હવાઈ માર્ગે અમદાવાદ આવીને સીધા જ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચ્યા હતા.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ