ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: 10 પાસ માટે ભરતી - MY OJAS UPDATE

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: 10 પાસ માટે ભરતી

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: ગાંધીનગર જીલ્લા હોમગાર્ડઝ તાબાના વિવિધ યુનિટો માટે 108 પુરુષ, 06 મહિલા મળી કુલ 114 હોમગાર્ડઝની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023

ગાંધીનગર જીલ્લાના ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોક, માણસા માટે કુલ 114 જગ્યાઓ માટે હોમગાર્ડઝ ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાગુ પડતા વિસ્તારના 08 કિમી ત્રિજ્યામાં આવતા યુનિટના પોલીસ વિસ્તારના રહેવાસી હોય તેવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે.

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023 | Gandhinagar Home Guard Bharti 2023
ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023 | Gandhinagar Home Guard Bharti 2023

Gandhinagar Home Guard Bharti 2023

અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 27-10-2023 થી તારીખ 10-11-2023 સુધી 10:00 કલાક થી 17:00 કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે. તેમજ ભરતી અંગેની માહિતી તેમજ ભરતી ફોર્મ વેબસાઈટ https://homeguards.gujarat.gov.in/ પર મુકેલ છે, જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત / લાયકાત

ધોરણ 10 પાસ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.

ભારતનો નાગરિક હોવો જોઈએ.

અરજદારે કોઈ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઈએ અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઈ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઈએ.

અરજદાર કોઈ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઈએ. તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઈએ.

માનદ વેતન

ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂપિયા 450/- ફરજ ભથ્થું અને રૂપિયા 4/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે.

વય મર્યાદા

ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.

શારીરિક લાયકાત

પુરુષ ઉમેદવાર

  • વજન ઓછામાં ઓછુ 50 કિલો હોવું જોઈએ.
  • ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટી મીટર.
  • છાતી ઓછામાં ઓછી 79 સેન્ટી મીટર હોવી જોઈએ, 5 સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઈએ.

મહિલા ઉમેદવાર

  • વજન 40 કિલો હોવું જોઈએ.
  • ઊંચાઈ 150 સેન્ટી મીટર હોવી જોઈએ.

ભરતી કસોટી

ઉમેદવારટેસ્ટનું નામપાસિંગ સ્ટાન્ડર્ડરીમાર્કસ
પુરુષ ઉમેદવાર1600 મીટર દોડ09 મીટરદોડની પરીક્ષામાં પાસ થનારને 75 ગુણ મળવા પાત્ર થશે.
મહિલા ઉમેદવાર800 મીટર દોડ05 મિનિટ 20 સેકન્ડ

મેદાની દોડ પરીક્ષાના 75 ગુણની રહેશે. મેદાની પરીક્ષામાં નિયત સમયમાં દોડ પૂરી કરનારને પુરેપુરા પંચોતર ગુણ મળવાપાત્ર થશે. તદ્દઉપરાંત જાહેરાતમાં દર્શાવ્યા મુજબ સર્ટીફીકેટ (વિશેષ લાયકાત) ધરાવતા લોકોને 5 ગુણ વધારાના મળવાપાત્ર છે. શારીરિક કસોટી 75 ગુણ અને જાહેરાતમાં દર્શાવેલ વિશેષ લાયકાત પૈકી પ્રત્યેકના 05 ગુણ લેખે કુલ 25 ગુણ રહેશે. એમ કુલ 100 ગુણની કસોટી રહેશે.

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

અરજી ફોર્મ ડાઉનલોડ કરી. અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 27-10-2023 થી તારીખ 10-11-2023 સુધી 10:00 કલાક થી 17:00 કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે.

ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 10-11-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓફિશિયલ સાઈટ પર જાઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: 10 પાસ માટે ભરતી”

Leave a Comment