ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Emergency Alert: મોબાઇલમાં આવેલ Emergency Alertથી લોકોમાં હડકંપ, જાણો આ મેસેજની હકીકત

Emergency Alert: દેશના કેટલાક ભાગોમાં મોબાઈલ યૂઝર્સને ઈમરન્સી એલર્ટના મેસેજ મળતા લોકોમાં કુતુહલતા સર્જાણી હતી. રિપોર્ટ્સ મુજબ મેસેજ ટેસ્ટ અલર્ટ ટાઈપના હતા. આવા મેસેજના કારણે લોકોમાં ગભરાહટ અને અસમંજસ પેદા થઈ ગઈ.

Emergency Alert

સરકાર યૂઝર્સને ભૂકંપી, સુનામી અને પૂર જેવી પ્રાકૃતિક આપદાઓ અંગે સચેત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે કામ કરી રહી છે. આવા મેસેજના કારણે લોકોમાં ગભરાહટ અને અસમંજસ પેદા થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોબાઈલ યૂઝર્સને જે મેસેજ મળી રહ્યા હતા તે કઈક આ પ્રકારના હતા.

Emergency Alert
Emergency Alert

આજે અનેક એન્ડ્રોઇડ યુઝર્સને તેમના ફોન પર ઈમરજન્સી એલર્ટની ફ્લેશની સાથે એક જોરદાર બીપની સાથે એક મેસેજ મળ્યો હતો. આ મેસેજ વાંચીને દરેક યુઝર્સ દુવિધા અનુભવી હતી, જો તમે વિચારી રહ્યાં છો કે આ શું હતું, તો તમને જણાવી દઈએ કે સરકારે અનેક સ્માર્ટફોન પર એક ટેસ્ટિંગ ફ્લેશ મોકલીને પોતાની ઈમરજન્સી ચેતવણી સિસ્ટમની ટેસ્ટિંગ કરી છે. ભારતમાં મોબાઈલ યૂઝર્સને 20 જુલાઈએ પણ આ પ્રકારનું ટેસ્ટ એલર્ટ મળ્યું હતું.

આ મેસેજ અંગ્રેજી ભાષામાં હતો જેનું અનુવાદ આ પ્રમાણે છે, મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ ભારત સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના માધ્યમથી મોકલવામાં આવેલો ટેસ્ટિંગ મેસેજ છે. સંદેશ પરીક્ષણ પેન ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય સાર્વજનિક સુરક્ષા વધારવાનો અને ઈમરજન્સી વખતે એલર્ટ કરવાનો છે. કથિત રીતે આ સંદેશ કેટલાંક એન્ડ્રોઈડ ફોન ઉપયોગકર્તાઓને મોકલવામાં આવ્યો હતો.

સરકાર યૂઝર્સને ભૂકંપી, સુનામી અને પૂર જેવી પ્રાકૃતિક આપદાઓ અંગે સચેત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે કામ કરી રહી છે. ઈમરજન્સી એલર્ટનો અર્થ શું છે? આ પ્રકારના ઈમરજન્સી એલર્ટ આવે તો ગભરાવવાની જરૂર નથી. આ એલર્ટ સરકાર દ્વારા મોકલવામાં આવે છે. રિલાયન્સ જિયો, એરટેલ અને વોડફોન તમામ કંપનીઓના મોબાઈલ નંબર પર આવા મેસેજ મળતા રહેશે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ