Chandrayaan 3 Mission: ચંદ્રયાન-3ના મિશનની વધુ એક સફળતા

Chandrayaan 3 Mission: ચંદ્રયાન 3 મિશનની વધુ એક સફળતા, આજે લેન્ડર સફળતાપૂર્વક પ્રોપ્લશન મોડ્યુલથી અલગ થયું, 23 ઓગસ્ટના રોજ ચંદ્રની ધરતી પર કરશે સોફ્ટ લેન્ડિંગ.

Chandrayaan 3 Mission

આજે ભારતને ચંદ્રયાન 3 મિશનમાં મહત્વની સફળતા મળી છે, ઈસરોએ ફરી એક વાર દુનિયાને પોતાની ક્ષમતા દેખાડી. મિશનને આગળ વધારતા વિક્રમ લેન્ડર પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. આ પછી, લેન્ડર હવે ચંદ્ર સુધી એકલા પ્રવાસ કરશે, જ્યાં તે 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરશે. જો આ લેન્ડિંગ સફળ થશે તો ભારત ચંદ્રની દક્ષિણ બાજુએ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની જશે.

પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ લેન્ડર હવે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. અહીં તે 23 ઓગસ્ટ સુધી ફરશે. આ દરમિયાન તેની સ્પીડ ઓછી થઈ જશે. આ પછી તેને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરવામાં આવશે. આ દરમિયાન, પ્રોપલ્શન મોડ્યુલને રિલે સેટેલાઇટમાં રૂપાંતરિત કરવામાં આવશે. તે ચંદ્રની ભ્રમણકક્ષાની બહાર રહેશે અને તેની આસપાસ ફરશે.

ચંદ્રયાન-3 અવકાશયાનમાં પ્રોપલ્શન મોડ્યુલ (વજન 2,148 કિગ્રા), એક લેન્ડર (1,723.89 કિગ્રા) અને રોવર (26 કિગ્રા)નો સમાવેશ થાય છે. ભારતના ત્રીજા ચંદ્ર મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો છે. ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ ગયું કારણ કે વિક્રમ નામનું લેન્ડર ચંદ્ર પર ક્રેશ થયું અને સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડર 23 ઓગસ્ટના રોજ સાંજે 5.47 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ કરશે. જેના પર પુરા વિશ્વની નજર છે.

લેન્ડર ચંદ્રની સપાટીથી લગભગ 100 કિલોમીટરની ઊંચાઈએથી ચંદ્ર પર ઉતરશે. સોફ્ટ લેન્ડિંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે તેમાં રફ અને ફાઇન બ્રેકિંગ સહિતના પગલાંઓની જટિલ શ્રેણીનો સમાવેશ થાય છે. સલામત અને જોખમ-મુક્ત વિસ્તાર શોધવા માટે ઉતરાણ પહેલાં લેન્ડિંગ સાઇટ વિસ્તારની ઇમેજિંગ કરવામાં આવશે. ત્યાર બાદ સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે, એ પછી છ પૈડાવાળું રોવર બહાર નીકળીને ચંદ્રની સપાટી પર એક ચંદ્ર દિવસના સમયગાળા માટે પ્રયોગો કરશે જે પૃથ્વીના 14 દિવસની સમકક્ષ છે.

Chandrayaan 3 Mission
Chandrayaan 3 Mission

Leave a Comment