DHS તાપી ભરતી 2023: 17 જગ્યાઓ માટે ભરતી

DHS તાપી ભરતી 2023: તાપી જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, તાપી ખાતે વિવિધ જગ્યાઓ કરારબદ્ધ ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે 11 માસ માટે ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

DHS તાપી ભરતી 2023
DHS તાપી ભરતી 2023
  • 17 જગ્યાઓ માટે ભરતી
  • રૂપિયા 8,000 થી 70,000 સુધી પગાર

DHS તાપી ભરતી 2023

જે મિત્રો DHS તાપી ભરતી 2023 (DHS Tapi Recruitment 2023 / DHS Tapi Bharti 2023)ની NHM તાપી ભરતી 2023 (NHM Tapi Bharti 2023 / NHM Tapi Recruitment 2023) અંતર્ગત રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

NHM તાપી ભરતી 2023

DHS તાપી દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કુલ 17 જગ્યાઓની વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી તાપી ભરતી 2023

જગ્યાનું નામસંખ્યાલાયકાત
આયુષ તબીબ
(આર.બી.એસ.કે.)
03ધોરણ 12 પાસ અથવા સમકક્ષ.
યુ.જી.સી. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હોમીયોપોથીક/આયુર્વેદિકની બેચલર ડિગ્રી.
ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યાનું સર્ટીફીકેટ.
ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદિક કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
વય મર્યાદા: વધુમાં વધુ 40 વર્ષ (જાહેરાતની તારીખે)
પગાર: રૂ. 25,000/- ફિક્સ પ્રતિ માસ
ફાર્માસીસ્ટ
(આર.બી.એસ.કે.)
02ધોરણ 12 પાસ અથવા સમકક્ષ.
સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી બી.ફાર્મ/ડી.ફાર્મ ડિગ્રી લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ગુજરાત ફાર્સમી કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
કોમ્પ્યુટર બેઝીક/સી.સી.સી. પ્રમાણપત્ર હોવું જરૂરી.
વય મર્યાદા: વધુમાં વધુ 40 વર્ષ (જાહેરાતની તારીખ)
પગાર: રૂ. 13,000/- ફિક્સ પ્રતિ માસ
ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ (ક્વોલીટી)01ધોરણ 12 પાસ અથવા સમકક્ષ.
કોઈપણ ક્ષેત્રના સ્નાતક.
ડિપ્લોમા/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
MS Officeના જાણકાર (MS Word, Power Point, Excel, Access).
ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ, અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કામગીરીનું જ્ઞાન.
પગાર: રૂ. 13,000/- ફિક્સ પ્રતિ માસ
એકાઉન્ટન્ટ-ડી.ઈ.ઓ.
(પ્રા.આ.કે.કક્ષાએ)
03ધોરણ 12 પાસ અથવા સમકક્ષ.
કોમર્સની સ્નાતક.
ડિપ્લોમા/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઈ.એસ. સોફ્ટવેર, વગેરે).
કચેરી કાર્યપદ્ધતિની આવડત, ફાઈલિંગ અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપીંગ.
ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી.
પગાર: રૂ. 13,000/- ફિક્સ પ્રતિ માસ
મેડીકલ ઓફિસર
(Urban HWCs)
02ધોરણ 12 પાસ અથવા સમકક્ષ.
માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાં એમ.બી.બી.એસ. કરેલ હોવું જોઈએ.
ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
સ્ટાફ નર્સ
(Urban HWCs)
02ધોરણ 12 પાસ અથવા સમકક્ષ.
ઇન્ડીયન નર્સીંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.Sc (Nursing) અથવા ડીપ્લોમાં GNMનો કોર્સ કરેલ હોવો જોઈએ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
બેઝિક કોમ્પ્યુટર કોર્ષ / સી.સી.સી. કરેલ સર્ટીફીકેટ.
વય મર્યાદા: વધુમાં વધુ 45 વર્ષ
પગાર: રૂ. 70,000/- ફિક્સ પ્રતિ માસ
નોંધ: પ્રાથમિકતા 1) B.Sc (Nursing) + અનુભવ, 2) B.Sc (Nursing), 3) Diploma GNM + અનુભવ, 4) Diploma GNM મુજબ આપવામાં આવશે.
MPHW (Male)
(Urban HWCs)
02ધોરણ 12 પાસ કર્યાનું પ્રમાણપત્ર.
ધોરણ 12 પછી 1 વર્ષનો MPHWનો બેઝીક કોર્ષ અથવા ગવર્ન્મેન્ટ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એસ.આઈ કોર્ષનું સર્ટીફીકેટ.
બેઝીક કોમ્પ્યુટર કોર્ષ/સી.સી.સી. કરેલ સર્ટીફીકેટ.
વય મર્યાદા: વધુમાં વધુ 45 વર્ષ (જાહેરાતની તારીખે)
પગાર: રૂ. 13,000/- ફિક્સ પ્રતિ માસ
MPHW/SI (Male)
Urban Health Center-Vyara
01ધોરણ 12 પાસ કર્યાનું પ્રમાણપત્ર.
ધોરણ 12 પછી 1 વર્ષનો MPHWનો બેઝીક કોર્ષ અથવા ગવર્ન્મેન્ટ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એસ.આઈ. કોર્ષનું સર્ટીફીકેટ.
બેઝીક કોમ્પ્યુટર કોર્ષ/સી.સી.સી. કરેલ સર્ટીફીકેટ.
વય મર્યાદા: વધુમાં વધુ 45 વર્ષ (જાહેરાતની તારીખે)
પગાર: રૂ. 8,000/- ફિક્સ પ્રતિ માસ
ફાર્માસીસ્ટ
Urban Health Center-Songadh
01ધોરણ 12 પાસ કર્યાનું પ્રમાણપત્ર.
સરકાર માન્ય સંસ્થામાંથી ફાર્મસીનો (B.Pharm) કોર્ષ અથવા માન્યતા પ્રાપ્ત એવી યુનિવર્સીટીમાંથી ડીપ્લોમાં ફાર્મસી (D.Pharm) કોર્ષ કરેલ હોવો જોઈએ.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી થયેલી હોવી જોઈએ.
બેઝીક કોમ્પ્યુટર કોર્ષ / સી.સી.સી. કરેલ સર્ટીફીકેટ.
હોસ્પિટલ / મેડિકલ ડિસ્પેન્સરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વય મર્યાદા: વધુમાં વધુ 58 વર્ષ (જાહેરાતની તારીખે)
પગાર: 11,000/- ફિક્સ પ્રતિ માસ
નોંધ: પ્રાથમિકતા 1) B.Pharm + અનુભવ, 2) D.Pharm + અનુભવ, 3) B.Pharm, 4) D.Pharm મુજબ આપવામાં આવશે.

નોંધ: નિમણુક આપવા અંગેની સંપૂર્ણ સત્તા એક્ઝીક્યુટીવ કમિટી, ડિ.એચ.એસ. તાપીની રહેશે.

આ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત છે, 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટે હક્ક દાવો કરી શકાશે નહી.

DHS તાપી ભરતી 2023 માટે ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઇપણ ફિઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH > CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી. PRAVESH > OPENINGમાં જઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે અને સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

DHS તાપી ભરતી 2023 રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 18-07-2023 થી 25-07-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
DHS તાપી ભરતી 2023

Leave a Comment