અમને ફોલો કરો Follow Now

Competitive Exam: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા મહત્વની ટિપ્સ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી: દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા કરતા હોય છે. તલાટી, ક્લાર્ક, GSRTC. GPSC, GPSSB વગેરેની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરતા હોય છે. હાલ સમયમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા થઇ ગયા છે જેના લીધે કોમ્પિટિશન રોજને રોજ વધતી જાય છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

હાલના સમયમાં વધતી જતી સ્પર્ધાને લીધે પરીક્ષામાં અગ્રેસર લેવા માટે ઉમેદવારોએ આયોજન પૂર્વક તૈયારી કરવી પડશે. જો તમારી તૈયારી આયોજન સાથેની હશે તો તમે બધા ઉમેદવારો કરતા આગળ લઈ જશે અને જેનો ફાયદો મેળવી તમે સ્પર્ધાત્મક પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

પાયાથી શરૂઆત કરો

પાયાથી શરૂઆત કરવામાં સૌથી ઉપયોગી સાબિત થશે NCERT / GCERT દ્વારા પબ્લીશ થતા ધોરણ 5 થી 12ના પાઠ્યપુસ્તક. આ પાઠ્યપુસ્તકની મદદથી તમે તમારો પાયો મજબુત કરી શકશો. વિષય મુજબ તૈયારી કરો. જે પરીક્ષા આપવાના છો એનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરો અને તે મુજબ તૈયારી કરો.

જુના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો

હાલમાં તમે અગાઉની પરીક્ષાઓ જે લેવાઈ છે તેના પ્રશ્નપત્રોનું ખાસ આયોજન પૂર્વક સોલ્યુશન કરો જે તમને આવનાર પરીક્ષામાં ખુબ જ ઉપયોગી થશે. તમે જે પરીક્ષા આપવાના છો તે પરીક્ષા અગાઉ લેવાઈ ગઈ હોય તેના પેપર મેળવો અને નજીકના સમયમાં યોજાયેલ અન્ય પરીક્ષાઓના પ્રશ્નપત્રોનો પણ અભ્યાસ કરો. આ પ્રશ્નો તમને પરીક્ષામાં ખુબ જ ઉઉપયોગી નીવડશે.

વર્તમાનપત્રો વાંચો (કરંટ અફેર્સ)

દરેક પરીક્ષામાં અગત્યો મુદ્દો હોય છે કરંટ અફેર્સ. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતી બાબતોની જાણકારી રાખવી એ દરેક પરીક્ષાઓમાં ઊંચા ગુણ મેળવવા માટેનો પ્લસ પોઈન્ટ કહેવામાં આવે છે. આ ટોપિકને કવર કરવા માટે વર્તમાનપત્રો, તાજેતરના બનાવો અંગેના મેગેઝીનો વગેરે વાંચવાનું રાખો.

નોંધ લખતા જાવ

તમે જે વાંચી રહ્યા છો તેમાંથી શોર્ટ નોટ તૈયાર કરતા જાવ જે તમને ખુબ જ ઉપયોગી નીવડશે. કરંટ ટોપિકની ડેયલી નોટ્સ તૈયાર કરો જેનાથી તમને પરીક્ષાના થોકડ દિવસો અગાઉ ખુબ જ ઉપયોગી નીવડશે. દરેક વિષયની એક શોર્ટ નોટ્સ તૈયાર કરતા જાવ જેનાથી પરીક્ષાના અગાઉના દિવસોમાં તમને રીવીઝન કરવામાં સરળતા રહે. વાચો ખરા પણ સાથે સ્માર્ટ વર્ક કરો.

ગણિત, અંગ્રેજી અને રીજ્નીંગ વિષયને પુરતો સમય આપો

ગણિત, અંગ્રેજી અને રીજ્નીંગ જેવા વિષયને પુરતો સમય આપો. ભરતી જાહેર થયા બાદ પરીક્ષા માટે 2 થી 3 મહિનાનો સમય મળે છે જેમાં દરેક વિષયનો લાંબો અભ્યાસ શક્ય નથી. એટલે તમે આગાઉથી જ પરીક્ષાની તૈયારી કરતા હોય તો દરેક વિષયનું એક ટાઈમ ટેબલ બનાવી અને સમયને સાથે લઈને તૈયારી કરો. ગણિત વિષયમાં દાખલાઓ શક્ય હોય એટલી શોર્ટ રીતે શીખો (લાંબી રીત પણ). પરીક્ષા સમયે શોર્ટ રીતનો ઉપયોગ કરો જે તમારો સમય બચાવશે સાથે ઘડિયા, વર્ગ-ઘન અને અન્ય જરૂર વાંચો. રીજ્નીગ એટલે માર્ક્સ કવર કરવાનો વિષય આ વિષય અતે સ્માર્ટ વર્ક ખુબ જ જરૂરી છે જે તમને પરીક્ષામાં કામ આવશે.

અંગ્રેજી વિષય પરીક્ષા માટે ખુબ જ 15 થી 20 માર્ક્સના સવાલો વર્ગ 3-4ની પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. પરીક્ષાઓમાં મુખ્યત્વે. કાળ, રૂઢિપ્રયોગો, સમાનર્થી, પ્રશ્નાર્થ વાક્યો, મોડેલ ઓક્જીલરી વાક્યો અને અન્ય ટોપિકને લગતા સવાલો વધુ હોય છે. અમુખ ટોપિકના સવાલો ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછવામાં આવે છે.

અન્ય તમામ વિષય જેવા કે ગુજરાતી ગ્રામર, ગુજરાતી ભાષા, ગુજરાતી સાંસ્કૃતિ, વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા દરેક વિષય વાંચો અને સાથે શોર્ટ નોટ પણ બનાવતા જાવ.

પુનરાવર્તન મોક ટેસ્ટ આપો

સ્પર્ધાત્મક પરીક્ષામાં સામાન્ય જ્ઞાન વિભાગમાં સફળ થવા માટે પુનરાવર્તન ખુબ જ મહત્વનું છે. રોજ તમારે એક બે કલાક આપવા પડશે. આ તૈયારીને વધુ અસરકારક બનાવવા માટે તમે મોડેલ પોપર સોલ્યુશન કરવાનું રાખો. આનાથી તમને ખબર પડશે કે તમે ક્યાં વિષયમાં નબળા છો.

મોક ટેસ્ટ ખુબ જ ઉપયોગી છે કારણ કે તમે જે પરીક્ષા આપવાના છે તે પેપર આપેલ સમય અંદર પૂરું કરવું એ માટે ખુબ જ ઉપયોગી છે મોક ટેસ્ટ. મોક ટેસ્ટ એટલે પ્રેક્ટીસ પેપર જે તમને આવનાર પેપર સમયે ખુબ જ ઉઓયોગી નીવડશે. નિયમિત રીતે મોક ટેસ્ટ આપો. તેનાથી તમને સાચી પરીક્ષા આપતા હોવ એવું લાગે છે, એટલું જ નહિ પણ તેનાથી તમને સ્વ-મૂલ્યાંકન કરવામાં ફાયદો થાય છે. તમારા વાંચનમાં આવતા નવા શબ્દોની નોધ તૈયાર ક્રરી તેનું પુનરાવર્તન કરો અને છેલ્લ બંને એટલા વિવિધ પ્રશ્નોનો મહાવરો કરો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી: વિષય મુજબ પુસ્તકોની માહિતી હવે પછીના લેખમાં મુકવામાં આવશે.

નોંધ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આ માહિતી અમે અમારા અનુભવ મુજબ આપેલ છે. વધુ માહિતી માટે તજજ્ઞની સલાહ અવશ્ય લ્યો.

Leave a Comment