હર ઘર તિરંગા 2023 : રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ આ રીતે કરો ડાઉનલોડ - MY OJAS UPDATE

હર ઘર તિરંગા 2023 : રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ આ રીતે કરો ડાઉનલોડ

હર ઘર તિરંગા 2023: 13 થી 15 ઓગસ્ટ સુધી, આઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત ચાલો આપણે બધા સાથે મળીને Har Ghar Tiranga અભિયાનને સમર્થન આપીને તિરંગા સાથેની તમારી સેલ્ફી અપલોડ કરીએ.

હર ઘર તિરંગા 2023

‘હર ઘર તિરંગા‘ એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે લોકોને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 76માં વર્ષ નિમિત્તે તેને લહેરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આઝાદીના 76મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ પણ બની જાય છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.

હર ઘર તિરંગા 2023
હર ઘર તિરંગા 2023

દેશના લોકો તેમના ઘરો અને ઓફિસો પર લહેરાવેલા રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ શકે છે અને તેને #IndiaPost4Tirnga, #HarGharTirnga, #HarDilTirnga હેશટેગ્સ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે. આના દ્વારા દરેક ઘર તિરંગા અભિયાનનો સભાન ભાગ બની શકે છે.

આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર ભારત સરકારે નાગરિકોને પોતાની દેશભક્તિને પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. આપડે સૌ એ આ અવસર પર તિરંગો ઘર પર લહેરાવીને આ અભિયાનમાં ભાગ લેવો જોઈએ. ઝંડો લહેરાવ્યા બાદ તેની સાથે એક સેલ્ફી લઈને ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરીને તમે “હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ” ડાઉનલોડ કરી શકો છો.

હર ઘર તિરંગા અભિયાન શું છે?

76માં સ્વતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે, આ યાત્રાનો ઉદ્દેશ લોકોને તિરંગા પ્રત્યે માન અને સન્માન વધે એ માટે જાહેર કરવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર ભારત સરકારે નાગરિકોને પોતાની દેશભક્તિને પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. આપડે સૌ એ આ અવસર પર તિરંગો ઘર પર લહેરાવીને આ અભિયાનમાં ભાગ લેવો જોઈએ. ઝંડો લહેરાવ્યા બાદ તેની સાથે એક સેલ્ફી લઈને ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરીને તમે “હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ” ડાઉનલોડ કરી શકો છો.

હર ઘર તિરંગા 2023 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ harghartiranga.com પર જાઓ
  • જે પેજ ઓપન થાય એમાં Upload Selfi With Flag વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નામ લાખો પછી તમારો ફોટો અપલોડ કરો.
  • ફોટો અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ બટન પર ક્લિક કર્યાબાદ ત્યાં જ સર્ટીફીકેટ દેખાશે, હવે તેને ડાઉનલોડ કરી શકશો.

1 thought on “હર ઘર તિરંગા 2023 : રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ આ રીતે કરો ડાઉનલોડ”

Leave a Comment