ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Chandrayaan 3 Live Telecast: ચંદ્રયાન 3નું સોફ્ટ લેન્ડીંગ લાઇવ જુઓ

Chandrayaan 3 Live Telecast: ઝંડા ઊંચા રહે હમારા ભારત માટે આજે ગૌરવ ક્ષણ, ‘મિશન ચંદ્રયાન 3’ને લઈ સમગ્ર વિશ્વની નજર ભારત પર, ચંદ્રયાન 3 આજે સાંજે 06:04 વાગ્યે ચંદ્ર પર કરશે સોફ્ટ લેન્ડીંગ સાથે ભારત બનશે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરનાર ચોથો દેશ.

Chandrayaan 3 Live Telecast

ચંદ્રયાન 3 ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે, એ માટે ઈસરો દ્વારા દરેક વ્યક્તિ લાઈવ સ્ટ્રીમીંગ જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ચંદ્રયાન 3નું લાઈવ ટેલીકાસ્ટ 23-08-2023ને બુધવારના રોજ સાંજે 05:20 વાગ્યાથી વિવિધ પ્લેટફોર્મ પરથી કરવામાં આવશે.

Chandrayaan 3 Live Telecast

હાલ ભારત દેશના તમામ નાગરિકો ચંદ્રયાનના સોફ્ટ લેન્ડીંગ માટે પ્રાર્થના કરી રહ્યા છે. દરેક ભારતીયો હાલ ચંદ્રયાન 3ના રંગે રંગાયેલા છે અને આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડીંગની.

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ‘સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ પર અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

ચંદ્રયાન 3 ને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અનોખી અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શહેરમાં વિવિધ જગ્યાએ 126 એલઈડી સ્ક્રીન દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. અહી તમને એ પણ જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે.

Chandrayaan 3 Live Telecast: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 LED સ્ક્રીનની મદદથી આવતીકાલે એટલે કે બુધવારે ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. જે એક સરાહનીય પગલું છે. ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો એએમસીની એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ નિહાળીને ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સાક્ષી બની શકશે.

તમને એ પણ જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા રશિયાનું LUNA 25 ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરી શક્યું નથી, હવે પુરા વિશ્વની નજર ભારતીય સ્પેસ એજન્સી ઈસરોના ચાદ્રયાન 3 મિશન પર છે. હાલ ઈસરો દ્વારા તમામ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જાણકારી આપે છે, અને લેન્ડર દ્વારા લેવામાં આવેલ તસ્વીરો તેમજ વિડીયો પણ શેર કરી રહ્યા છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ