ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Bagayati Yojana 2023-24: બાગાયતી યોજના 2023, ઓનલાઈન અરજી કરો

બાગાયતી યોજના 2023, Bagayati Yojana 2023 Gujarat : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતભાઈઓને ખેતીમાં ઉત્પાદન વધારવા અને આર્થિક મદ મળી રહે એ માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. હાલમાં Gujarat Bagayati Yojana 2023 અમલમાં છે. જેમાં વિવિધ સહાય માટે ઓનલાઈન અરજી શરૂ છે.

 • કુલ 106 ઘટકોમાંથી હાલ 40 ઘટકો ઉપલબ્ધ છે.
 • ikhedut.gujarat.gov.in મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

બાગાયતી યોજના 2023

બાગાયતી યોજના માટે રાજ્યના ખેડૂતભાઈઓ i-KHEDUT Portal મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ikhedut portal પર વર્ષ 2023-24 માટે બાગાયતી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. કુલ 40 જેટલા વિવિધ ઘટકો માટે ઓનલાઈન અરજી શરૂ છે. ચાલો તો આપડે ગુજરાત બાગાયતી યોજના 2023 વિશે માહિતી મેળવીએ.

બાગાયતી યોજના 2023
બાગાયતી યોજના 2023

બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 40 થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.

Bagayati Yojana 2023 Gujarat ગુજરાત ડોક્યુમેન્ટ લિસ્ટ

 • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
 • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
 • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
 • આધારકાર્ડ ની નકલ
 • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
 • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)

40 ઘટક માટે ફોર્મ શરૂ

ખેડૂતભાઈને બાગાયતી યોજના માટે 40 ઘટકો માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, ફળ પાકોના વાવેતર, બાગાયતી યાંત્રિકરણ, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, મસાલા પાકોના વાવેતર માટે, રક્ષિત ખેતી, શાકભાજી પાકોમાં વાવેતર માટે વગેરે ઘટકો.

Gujarat Bagayati Yojana 2023 ફોર્મ કેવી રીતે ભરવું?

બાગાયતી યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
 • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
 • 40 ઘટકનું લિસ્ટ આવશે સામે બાજુ અરજી કરો પર ક્લિક કરો.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
બાગાયતી યોજના 2023અરજી કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Bagayati Yojana 2023 Gujarat કેટલા ઘટકો માટે યોજના શરૂ છે?

હાલમાં બાગાયત યોજના માટે 40 ઘટકો માટે અરજી ઓનલાઈન શરૂ છે.

બાગાયતી યોજના 2023 માટે અરજી ક્યાં કરશો?

ikhedut portal પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ