Monsoon Update 2023: આગામી 24 કલાક ભારે, ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો - MY OJAS UPDATE

અમને ફોલો કરો Follow Now

Monsoon Update 2023: આગામી 24 કલાક ભારે, ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો

Monsoon Update 2023: ગુજરાત પર વાવઝોડાના સંભવિત ખતરાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા ગુજરાત, ત્યાર પછી પાકિસ્તાન અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર પણ બની ગયું છે.

Monsoon Update 2023
Monsoon Update 2023

Monsoon update 2023 Latest Update: સરકારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમા આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

Monsoon Update 2023

ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ હવે નજીક આવી રહ્યું છે. ગોવા-મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે. આ વાવાઝોડું હવે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દરિયામાં બનેલી સિસ્ટમ હાલ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી સમયમાં તે ઉત્તર તરફ ગતિ કરી શકે છે તેવી સંભાવના ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આગામી 24 કલાક ભારે

હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મહત્ત્વની જાણકારી આપી છે. જે અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે આજે, 06મી જૂન, 2023 ના IST 0530 કલાકે કેન્દ્રિય છે અને અક્ષાંશ 11.3°N નજીક છે અને રેખાંશ 66.0°E છે. ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1160 કિમી દક્ષિણે અને 1520 કિમી કરાચીની દક્ષિણે તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે Monsoon update 2023 અને પૂર્વ મધ્ય અરેબિયનમાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો

ગુજરાતના આ વિસ્તાર પર સૌથી વધારે ખતરો; વર્તમાન સમયમાં જોવા મળી રહેલી પરિસ્થિતિ મુજબ આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો જેમ કે વેરાવળ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરત સહિતના આ વાવાઝોડું વિનાશ સર્જી શકે છે. Monsoon update 2023 Live પરંતુ અત્યારે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ભલે ઓમાનની તરફ જઈ રહ્યું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે સૌથી વધારે અસર

સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે સૌથી વધારે અસર; હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવું લાગી રહ્યું છે. આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

અત્યાર સુધીમાં આવેલ વાવાઝોડા (Monsoon Update 2023)

વર્ષ 2014 – નિલોફર વાવાઝોડું

વર્ષ 2014માં અરબ સાગરમાં નિલોફર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો. કચ્છ પંથકમાં આ વાવાઝોડાની અસર વધુ થવાની આગાહી હોવાથી વહિવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું હતું. પરંતુ 29મી ઓક્ટોબર 2014ના રોજ વાવાઝોડું દદરિયામાં જ સમાઈ ગયું હતું.

વર્ષ 2015 – ચપાલા વાવાઝોડું

વર્ષ 2015ના ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં ચપાલા નામનું ચક્રવાત સર્જાયું હતું ચપાલા ગુજરાત તરફ આવવાનું હતું પરંતુ તે પહેલા જ તે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરનો ખતરો ટળી ગયો હતો.

વર્ષ 2017 – ઓખી વાવાઝોડું

વર્ષ 2017ના ડિસેમ્બર માસમાં ઓખી નામના વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધ્યું હતું પરંતુ લક્ષદીર અને મહારાષ્ટ્રને પાર કર્યા બાદ વિખેરાય ગયું હતું.

વર્ષ 2021 – સાગર વાવાઝોડું

વર્ષ 2018ના મે મહિનામાં સાગર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો. પરંતુ ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું.

વર્ષ 2019 – ક્યાર-વાયું વાવાઝોડું

વર્ષ 2019ના ઓક્ટોબર મહિનામાં ક્યાર નામનું વાવાઝોડું તીવ્રતમ સુપર સાઈકલોન ગણાયું હતું. આ વાવાઝોડું 29 અને 30 ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી દહેશત હતી. પરંતુ પુર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ આ વાવાઝોડું અંતિમ સમયે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. ત્યારબાદ ફરી 13 જુન 2019ના રોજ વાયુ નામના વાવાઝોડાએ લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. આ વાવઝોડું તારીખ 12 જુન 2019ની મધ્યરાત્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પ્રતિકલાક 120થી 145 કિમીની ઝડપે ત્રાટકે તેવી આગાહી હતી. પરંતુ વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ અરબી સમુદ્રમાં પાછુ ફંટાયુ હતું.

વર્ષ 2021 – તાઉ-તે વાવાઝોડું

ગુજરાતના ઉના નજીકના દરિયાકાંઠા સુધી પહોંચેલા તાઉ-તે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તરોમાં પવન અને વરસાદ સાથે નુકશાન પણ કર્યું હતું. અરબી સમુદ્રમાંથી સર્જાયેલ તાઉ-તે વાવાઝોડું વર્ષ 2021ની 17મી મેની મધરાતે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થયું હતું. આ વાવાઝોડુંમાં અંદાજે ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા. કાંઠા વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર દેખાઈ હતી.

નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા મારફતે મળેલ છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી માહિતી પહોંચાડવાનો જ છે. તેથી આ માહિતીની ખરાઈ કરી લેવી.

Monsoon Update 2023

Leave a Comment