IKHEDUT પોર્ટલ 2023: ખેડૂતો માટે સબસીડી યોજનાઓ, ઓનલાઇન અરજી શરૂ - MY OJAS UPDATE

IKHEDUT પોર્ટલ 2023: ખેડૂતો માટે સબસીડી યોજનાઓ, ઓનલાઇન અરજી શરૂ

IKHEDUT પોર્ટલ 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતભાઈઓને ખેતીમાં ઉત્પાદન વધારવા અને આર્થિક મદદ મળી રહે એ માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓનો લાભ લેવા માટે IKHEDUT પોર્ટલ 2023 પર ઓનલાઇન અરજીઓ કરવાની હોય છે.

IKHEDUT પોર્ટલ 2023

IKHEDUT પોર્ટલ 2023

યોજનાIKHEDUT પોર્ટલ સબસીડી યોજનાઓ
વિભાગખેતીવાડી વિભાગ
અમલીકરણગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુખેતીવાડી ની વિવિધ યોજનાઓ
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી મોડઓનલાઇન
ઓફિશીયલ પોર્ટલikhedut.gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ5/6/2023
લાભાર્થીગુજરાત રાજયના ખેડૂતો

IKHEDUT Subsidy 2023

IKHEDUT પોર્ટલ 2023 ખેતીવાડી ખાતાની વિવિધ સબસીડી યોજનાઓ માટે 05-06-2023ના રોજ સવારે 10:30 કલાકે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

હાલમાં ખેતીવાડીની યોજનાઓને લગતી કુલ 36 ઘટકોમાટે ઓનલાઈન અરજીઓ શરૂ છે. આ ઘટકોમાં અન્ય ઓજાર/સાધન, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, કલ્ટીવેટર, ગ્રાઉન્ડનટ ડીગર, ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ), ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ), ટ્રેકટર, પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ), પ્લાઉ (તમામ પ્રકારના), પ્લાન્ટર (અન્ય પ્રકારના), પશુ સંચાલીત વાવણીયો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), પાવર ટીલર, પાવર થ્રેસર, પોટેટો ડીગર, પોટેટો પ્લાન્ટર, પોસ્ટ હોલ ડીગર, ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના, ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના, બ્રસ કટર, બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)), માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન), માલ વાહક વાહન, રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર, રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના), રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ), રોટાવેટર, લેન્ડ લેવલર, લેસર લેન્ડ લેવલર, વ્હીલ હો (આંતરખેડનું સાધન), વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના), વિનોવીંગ ફેન, શ્રેડર/ મોબાઇલ શ્રેડર, સબસોઈલર, હેરો (તમામ પ્રકારના), હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના નો સમાવેશ કરવામાં આવે છે.

IKHEDUT પોર્ટલ 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

 • ખેડૂત જમીનની નકલ 7-12 અને 8-અ ને નકલો
 • જંગલીય વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાઈબલ લેન્‍ડ રેકોર્ડ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂતની આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • બેંક ખાતાની પાસબુક
 • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ(ST)નું સર્ટિફિકેટ હોય તો
 • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખાતેદારોના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

IKHEDUT પોર્ટલ 2023 ફોર્મ કઈ રીતે ભરવું

ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
 • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવું.
 • 36 ઘટકનું લિસ્ટ આવશે સામે બાજુ અરજી કરો પર ક્લિક કરો.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
IKHEDUT પોર્ટલ 2023અરજી કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment