ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

વિશ્વ સિંહ દિવસ 2023: 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

વિશ્વ સિંહ દિવસ 2023: રાજ્યભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી 10 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં સંરક્ષક અને સંવર્ધન માટે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ સિંહ દિવસ 2023

ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જુન 2020ની ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તી વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયેલ છે. સિંહ જે વિસ્તારમાં રહે છે તેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.

વિશ્વ સિંહ દિવસ 2023
વિશ્વ સિંહ દિવસ 2023

વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા 2016થી કરવામાં આવી હતી. વર્ષ 2016થી દર વર્ષે 10 ઓગસ્ટના રોજ રાજ્યમાં World Lion Dayની ઉજવણી કરવામાં આવે છે.

વંદે ગુજરાત ચેનલ પર પ્રસારણ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ “વંદે ગુજરાત ચેનલ” નંબર 1 પર બપોરે 1 વાગ્યે કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા “લાયન એન્થમ” તેમજ “સિંહ સુચના વેબ એપ“ની શુભારંભ કરાશે અને ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “The King of the Jungle – The Asiatic Lions of Gir” અને “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.

એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારના 10 જીલ્લાના 74 તાલુકાની આશરે સાત હજારથી વધું શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરાશે.

શાળાઓમાં ઉજવણી કરવામાં આવશે

વિશ્વ સિંહ દિવસની ઉજવણી પૂરી થયા બાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મહોરા પહેરી અને બેનર લઈ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે મહારેલી કાઢશે. રેલી પૂર્ણ કરી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વ્યક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ-પ્રતિજ્ઞા લઇને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ