અમને ફોલો કરો Follow Now

WhatsApp Video Messages: વોટ્સએપમાં ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજનું નવું ફીચર્સ ઉમેરવામાં આવ્યું

WhatsApp Video Messages: વોટ્સએપમાં મેટાએ ઉમેર્યું ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજનું નવું ફીચર્સ, આવતા દિવસોમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે આ ફીચર્સ.

WhatsApp Video Messages

હાલમાં સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા એટલે વોટ્સએપ છે, જે સમયાન્તરે તેનાયુઝર્સને કઈકને કઈક નવા ફીચર્સ આપતું રહે છે, આ વખતે પણ વોટ્સએપમાં મેટાએ એડ કર્યું ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજનું નવું ફીચર્સ એડ કર્યું છે. આ પહેલા પણ વોટ્સએપ દ્વારા “Silence Unknown Callers” ફ્યુચર આપવામાં આવ્યું હતું. ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજનું નવું ફીચર્સ, આવતા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે.

WhatsApp Video Messages
WhatsApp Video Messages

ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજ

આ ફીચર્સ વાત કરીએ તો ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજ દ્વારા ચેટ દરમિયાન ચેટમાં શોર્ટ વિડીઓ સેન્ડ અને રીસીવ પણ કરી શકશે. જે ચેટની પરિભાષા બદલી શકશે. આ ફીચર્સની જાણકારી વોટ્સએપ દ્વારા ટ્વીટ કરીને એક નાના વિડીયો દ્વારા આપવામાં આવી હતી.

આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કેટલીવાર તમારે વિશ્વાસ કરવા માટે તેને જોવું પડે છે હવે તમે તે ક્ષણને કેપ્ચર કરી શકો છો જયારે તે વિડીયો સંદેશ સાથે થાય છે.

ઈન્સ્ટન્ટ વિડીઓ મેસેજ પણ એક વોઈસ મેસેજ જેવા જ હોય છે, આ ફીચર્સ વોટ્સએપમાં જમણી બાજુ વોઈસ મેસેજમના બટનની જગ્યાએ આપી શકે, જે આપણે ઉપર આપેલ ટ્વીટ વિડીઓમાં જોઈ શકાય છે. આ ફીચર્સમાં વોઈસ સાથે વિડીઓ હશે, રેકોર્ડીંગ પ્રોસેસ પણ વોઈસ મેસેજ જેવી જ છે. યુઝર્સએ વિડીઓ મોડ પર સ્વીચ કરવા અને તેમના કોન્ટેક્ટ સાથે 60 સેકંડ સુધીની વિડીઓ શેર કરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની જમણી બાજુના આઈકોનને ટેપ કરી શકે છે. તેઓ હેન્ડ્સ-ફ્રી વિડીઓ લોક કરવા અને રેકોર્ડ કરવા માટે ઉપર સ્વાઇપ પણ કરી શકે છે.

આમ જોવા જઈએ તો વોટ્સએપ પહેલાથી જ ફોટા (ઈમેજ) કે વીડિયો મોકલવાનો વિકલ્પ આપે છે. જો કે, આ નવું ફીચર વીડિયો મેસેજ મોકલવાની આ પ્રક્રિયાને પહેલા કરતા ઝડપી બનાવ છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ સંદેશાઓ સુરક્ષિત તેમજ વાતચીત માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.

આ ફીચર્સ નિયમિત વિડિયોથી અલગ થવાની સંભાવના છે, ઉપર આપેલ વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વિડીયો મેસેજ ચેટની અંદર ગોળાકાર સ્વરૂપમાં દેખાય છે. જેમાં આપણે જોઈ શકીએ કે આ શોર્ટ વિડીયો પર મ્યુટની નિશાની આવે છે અને વિડીયો પ્લે પણ હોય છે, પરંતુ યુઝર્સ તેમાં વોઇસ સાંભળવા માટે તેમના પર ટેપ કરી શકે છે.

WhatsApp Video Messages

Leave a Comment