અમને ફોલો કરો Follow Now

WhatsApp Channels: વોટ્સએપમાં બનાવો તમારી નવી ચેનલ, વોટ્સએપ ચેનલ

WhatsApp Channels: વોટ્સએપ દ્વારા એક ખુબ જ ઉપયોગી ફીચર ઉમેરવામાં આવ્યું છે જેનુ નામ છે વોટ્સએપ ચેનલ, આ નવી અપડેટથી લોકોને ગણો ફાયદો થશે. વોટ્સએપ ચેનલમાં તમે ચેનલ જોઈ શકશો અને તેને ફોલો કરીને નવી નવી અપડેટ મેળવી શકશો.

WhatsApp Channels

હાલ વોટ્સએપ ચેનલ અપડેટ બધા જ મોબાઈલમાં જોવા મળી રહી છે. હાલ કોઈ પણ વ્યક્તિ વોટ્સએપ ચેનલ બનાવી શકે છે. હાલ ઘણી સેલીબ્રીટીની વોટ્સએપ ચેનલ છે જેને તમે ફોલો પણ કરી શકો છો. યુઝર્સ તમે મુકેલ વોટ્સએપ ચેનલની પોસ્ટ પર ઈમોજી સાથે રીએક્ટ પણ કરી શકે છે.

WhatsApp Channels
WhatsApp Channels

મેટાએ હાલમાં જ Whatsapp ચેનલ્સ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમારી પોતાની Whatsapp ચેનલ બનાવી શકાય છે. આ પછી સામાન્ય યુઝર્સ તમારી ચેનલમાં જોડાઈ શકે છે. આ કંઈક અંશે ટેલિગ્રામ જેવું છે. જો કે, આ ચેનલમાં ફક્ત એડમિનિસ્ટ્રેટર્સ જ મેસેજ મોકલી શકશે અને સામાન્ય યુઝર્સ ફક્ત તે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર હજુ સુધી સામાન્ય યુઝર્સ માટે સંપૂર્ણ રીતે રોલઆઉટ કરવામાં આવ્યું નથી.

મોબાઈલ નંબર નહિ દેખાય

વોટ્સએપે ખાસ ધ્યાન લોકોની પ્રાઈવસી પર આપ્યું છે, એટલે કે વોટ્સએપ ચેનલને લોકો જયારે ફોલો કરે છે ત્યારે તેનો મોબાઈલ નંબર કે અન્ય કોઈ પણ માહિતી કોઈ વ્યક્તિ જોઈ શકતું નથી. ચેનલમાં ખાલી કુલ ફોલોવર દેખાશે અને કેટલાક બટન દેખાશે જેવા કે ફોરવર્ડ અને શેર બટન.

વોટ્સએપ ચેનલ કઈ રીતે બનાવવી?

  • સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે. જેના માટે ગુગલ પ્લે સ્ટોરમાંથી એપ્લીકેશન અપડેટ કરી લેવી
  • આ પછી તમારે અપડેટ્સ ટેબ પર ટેપ કરવાનું રહેશે.
  • પછી તમે ચેનલ્સ વિકલ્પ જોઈ શકશો… તેની સામે + આઇકન પર ટેપ કરવું.
  • આ પછી ચેનલ્સ શોધો એટલે તમને નવી ચેનલ દેખાશે.
  • જેમાં તમારે ન્યૂ ચેનલ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે… આ પછી એક નવું પેજ ખુલશે. જેમાં તમારે Continue વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
  • આ પછી તમારે ચેનલનું નામ આપવું અને બાકીની તમામ ની વિગતો ભરવાની રહેશે. તેમજ પ્રોફાઈલ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે.
  • આ પછી તમારે ક્રિએટ ચેનલ પર બટન પ્રેસ કરવાનું રહેશે. જે બાદ તમારી પોતાની ચેનલ ક્રિએટ થઈ જશે.

આમ આ સરળ ટેપ્સને ફોલો કરીને તમે તમારી પોતાની WhatsApp Channels બનાવી શકો છો.. અને તમારી માહિતી તમે લોકો સુધી સરળતાથી પહોંચાડી શકો છો..

Leave a Comment