– SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. – રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો. – ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો. – આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે. – રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.