ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ : SBIએ ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ સુવિધા સમયાંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં SBI દ્વારા એક નવી સુવિધા જાહેર કરવામાં આવી છે તેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. ચાલો તો આ સર્વિસ વિશે આ લેખમાં માહિતી મેળવીએ.

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ
SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

પોસ્ટ નામSBI WhatsApp બેન્કિંગ સર્વિસ
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સ્થળભારત
લાભબેંક કસ્ટમર
સત્તાવાર વેબ સાઈટhttps://www.onlinesbi.com
સુવિધાવોટ્સએપ દ્વારા માહિતી

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

હવે મીની સ્ટેટમેન્ટ માટે બેંકમાં નહીં જવું પડે

ગ્રાહકો માટે બેંકિંગ માટેની સુવિધા સરળ બનાવવા માટે દેશના કરોડો કસ્ટમર માટે બેંક દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી છે. WhatsApp બેંકિંગ સર્વિસની જાહેરાત SBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને કરી હતી.

આ પણ જુઓ : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો

SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ

SBI WhatsApp બેંકિંગની મદદથી ગ્રાહકો સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ અને અન્ય ચેક કરી શકશો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે જે મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટ્રેશન થયેલ હોય તે મોબાઈલ નંબર પરથી “HI” લખીને +91 9022690226 મેસેજ કરવો પડશે, ત્યાર બાદ તમે મીની સ્ટેટમેન્ટ અને બેલેન્સ ચેક કર શકશો.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

SBI WhatsApp બેન્કિંગ સર્વિસ રજીસ્ટ્રેશન

  • SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
  • રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
  • ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
  • આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો

SBI WhatsApp બેંકિંગની સુવિધાનો લાભ તમે 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકશો. તમે તમારા એકાઉન્ટનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ 24*7 કલાક ચેક કરી શકશો. હવે નાના કામ ઘર બેઠા જ પતાવો આ સુવિધાનો લાભ લઈને.

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબ સાઈટ પર જઈને માહિતી તપાસો

સત્તાવાર ટ્વીટ જોવોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશ માહિતીઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

SBI Whatsapp બેંકિંગ સર્વિસ શું છે?

SBI બેંકના ગ્રાહકો ને વારંવાર બ્રાન્ચના ધક્કા ખાવા ન પડે અને પોતાના સમયનો બચાવ થાય એ માટે SBI દ્વારા Whatsapp બેંકિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

SBI Whatsapp બેંકિંગ સર્વિસ નો લાભ કોણ લઈ શકે છે?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો કોઈપણ ગ્રાહક આ સુવિધા નો લાભ રજીસ્ટ્રેશન કરાવી ને લઈ શકે છે.

SBI Whatsapp બેંકિંગ સર્વિસ નો નંબર શું છે?

SBI નો કોઈપણ કસ્ટમર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી +91 9022690226 પર HI લખીને આ સુવિધા નો લાભ લઇ શકે છે.

SBI Whatsapp બેંકિંગ સર્વિસમાં અત્યારે કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે?

SBI ની આ સર્વિસ માં અત્યારે ફક્ત 2 સુવિધાઓ Whatsapp પર શરૂ કરવામાં આવી છે,જેમાં ગ્રાહક મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ ચેક કરી શકે છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ