મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022

જો તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું બાકી હોય, નામમાં સુધારા કરવા હોય તો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તા. ૦૧-૧૦-૨૦૨૨ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ – ખાસ ઝૂંબેશના દિવસો યોજવા બાબત.

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૦૬/૨૦૨૨ના પત્ર ક્રમાંકઃ 23/2022-ERS(Vol II) થી તા.૦૧.૧૦.૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તદ્દનુસાર અત્રેના તા.૨૮/૦૬/૨૦૨૨ના સમાનાંકી પત્રથી સદર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંગે જાણ કરવામાં આવેલ છે.

ખાસ ઝુંબેશના દિવસો

– તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર) – તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર) – તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર) – તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)

જરૂરી પુરાવા

– આધાર કાર્ડ. ઝેરોક્ષ – શાળા ની L.C. ઝેરોક્ષ – ઘરના કોઈ એક સભ્યનું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ – પાસપોર્ટ ફોટો

ગુજરાતમાં મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું

– સૌ પ્રથમ સરકારની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રેહશે. જેની વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/default.aspx છે. – ત્યારબાદ તમારે એરિયા સિલેક્ટ કરવાનો રેહશે. – હવે પછી જીલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનું રેહશે. – આ કર્યા બાદ તમારે તમારું પૂરું નામ લખવાનું રેહશે. – ત્યાર બાદ તમારી ઉમર લખવાની રેહશે – હવે પુરુષ / સ્ત્રી / અન્ય સિલેક્ટ કરવાનું રેહશે. – ત્યાર બાદ કેપ્ચા કોડ લખવાનો રેહશે. – સર્ચ બટન પર ક્લિક કરવાથી તમે તમારી માહિતી ચેક કરી શકશો.