ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022, તારીખ જાણો

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 : જો તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું બાકી હોય, નામમાં સુધારા કરવા હોય તો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તા. ૦૧-૧૦-૨૦૨૨ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ – ખાસ ઝૂંબેશના દિવસો યોજવા બાબત.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022

મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૦૬/૨૦૨૨ના પત્ર ક્રમાંકઃ 23/2022-ERS(Vol II) થી તા.૦૧.૧૦.૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તદ્દનુસાર અત્રેના તા.૨૮/૦૬/૨૦૨૨ના સમાનાંકી પત્રથી સદર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંગે જાણ કરવામાં આવેલ છે.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨

પોસ્ટ નામમતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022
સંસ્થાચૂંટણીપંચ
સ્થળગુજરાત
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 : ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ હક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨/૦૮/૨૦૨૨(શુક્રવાર) થી તા.૧૧/૦૯/૨૦૨૨(રવિવાર) નિયત કરવામાં આવેલ છે તથા સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨/૦૮/૨૦૨૨(શુક્રવાર)ના રોજ કરવામાં આવનાર છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

  • આ ખાસ ઝુંબેશના દિવસોએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.
  • ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે
  • ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
  • આવા દરેક લોકેશન પર કાર્યક્રમ સંબંધી યોગ્ય બેનર પ્રદર્શિત કરવું.
  • ખાસ ઝુંબેશના દિવસે ડેઝીગ્નેટેડ અધિકારી દ્વારા ફોર્મ્સ સ્વીકારવા, મુસદ્દામાંથી મતદારોની વિગતોની ચકાસણી, BLA નાં સહયોગથી મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો શોધવાની આનુષાંગિક કાર્યવાહી કરવી અને પ્રત્યેક ખાસ ઝુંબેશના દિવસના અંતે સાંજે સુપરવાઈઝર મારફતે અહેવાલ ER0/AEROને મોકલવો.
  • આ દિવસે સુપરવાઈઝર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પ્રત્યેક લોકેશન્સની સતત મુલાકાતો લેતા રહીને જરૂરી દેખરેખ તથા માર્ગદર્શન આપવું તથા જે તે દિવસે જ સાંજે પ્રત્યેક ભાગનો ERO/AEROને અહેવાલ રજૂ કરવો.
  • જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ વાદમ્બિક(Random) રીતે ડેઝીગ્નેટેડ લોકેશન્સની મુલાકાત લેવાની રહેશે.

ખાસ ઝુંબેશના દિવસો

  • તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)
  • તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)
  • તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)
  • તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)

જરૂરી પુરાવા

  • આધાર કાર્ડ. ઝેરોક્ષ
  • શાળા ની L.C. ઝેરોક્ષ
  • ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
  • પાસપોર્ટ ફોટો

મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.

ભારતના ચૂંટણી પંચના ICT વિભાગે ઉત્સુક ચૂંટણીલક્ષી જોડાણની સંસ્કૃતિ વિકસાવવા અને દેશના નાગરિકો વચ્ચે માહિતગાર અને નૈતિક મતદાનના નિર્ણયો લેવા માટે મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરીને એક નવી પહેલ હાથ ધરી છે. એપ્લિકેશનને સૌપ્રથમ 30મી ઓગસ્ટ 2018ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને 2019ની લોકસભા ચૂંટણીનો ઉપયોગ કરીને તેનો મુખ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ એપ્લિકેશન વપરાશકર્તાઓને તેઓ જે માહિતી શોધી રહ્યા છે તે સરળતાથી શોધી શકશે. નાગરિકો તેમની પોતાની રુચિઓના આધારે એપ્લિકેશનને બ્રાઉઝ કરી શકે છે અને વધુ આકર્ષક રીતે ચૂંટણી પ્રક્રિયા વિશે વધુ જાણી શકે છે. ભારતના ચૂંટણી પંચે વધતા જતા વપરાશકર્તા-આધારને સમાવવા માટે આ નાગરિક ઈન્ટરફેસને નોંધપાત્ર રીતે આધુનિક બનાવ્યું છે, કારણ કે ભારતીય ચૂંટણી પંચ ચાલુ રાખે છે. નવી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે.

ગુજરાતમાં મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું

  • સૌ પ્રથમ સરકારની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રેહશે. જેની વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/default.aspx છે.
  • ત્યારબાદ તમારે એરિયા સિલેક્ટ કરવાનો રેહશે.
  • હવે પછી જીલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનું રેહશે.
  • આ કર્યા બાદ તમારે તમારું પૂરું નામ લખવાનું રેહશે.
  • ત્યાર બાદ તમારી ઉમર લખવાની રેહશે
  • હવે પુરુષ / સ્ત્રી / અન્ય સિલેક્ટ કરવાનું રેહશે.
  • ત્યાર બાદ કેપ્ચા કોડ લખવાનો રેહશે.
  • સર્ચ બટન પર ક્લિક કરવાથી તમે તમારી માહિતી ચેક કરી શકશો.
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરોઅહિયાં ક્લિક કરો
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસોઅહિયાં ક્લિક કરો
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશનઅહિયાં ક્લિક કરો
ઓફીશ્યલ પરિપત્રઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 ક્યારે યોજાશે?

તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)
તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)
તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)
તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ