લાલબાગચા રાજા એ મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી જે મુંબઈના લાલબાગ, પરેલમાં આવેલ છે. આ ગણેશ મંડળ 10 દિવસીય ઉજવણી દરમિયાન લાખો લોકો દર્શને આવે છે. આ પ્રખ્યાત ગણપતિને ઈચ્છાઓ પૂર્ણ કરનાર ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.