ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022

લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022 : લાલબાગચા રાજા એ મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી જે મુંબઈના લાલબાગ, પરેલમાં આવેલ છે. આ ગણેશ મંડળ 10 દિવસીય ઉજવણી દરમિયાન લાખો લોકો દર્શને આવે છે. આ પ્રખ્યાત ગણપતિને ઈચ્છાઓ પૂર્ણ કરનાર ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022

દર વર્ષે દર્શન કરવા માટે લગભગ 5 કિલોમીટરની લાંબી કતારો લાગે છે. લાલબાગની ગણેશજીની મૂર્તિનું વિસર્જન દસમાં દિવસે કરવામાં આવે છે. લાલબાગમાં સ્થાપિત ભગવાન ગણેશજીની મૂર્તિ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ ભક્તો કેટલાય કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022 : ભૂતપૂર્વ કાઉન્સિલર શ્રી કુવરજી જેઠાભાઈ શાહ, ડૉ. વી.બી.કોરગાંવકર અને સ્થાનિક રહેવાસીઓના સતત પ્રયાસો અને સમર્થન પછી, રજબઅલી તૈયબઅલીએ બજારના બાંધકામ માટે જમીનનો પ્લોટ આપવાનું નક્કી કર્યું. મંડળી રચન એ યુગમાં થઇ જયારે સ્વતંત્રતા સંગ્રામ ચરણસીમાએ હતો. લોકમાન્ય તિલક દ્વારા ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ધાર્મિક ફરજો સાથે સ્વતંત્રતા સંગ્રામ અને સામાજિક મુદ્દાઓ પર પણ અહીં ચર્ચા કરવામાં આવી હતી.

નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યોમાં દ્વારા એકત્રિત કરેલ છે તેથી તમારે આ માહિતીની પુષ્ટિ કરી લેવી.

લાલબાગચા રાજા 2022

મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન બધાની નજર પ્રખ્યાત “લાલબાગના રાજા” પર હોય છે. બોલીવૂડની ફિલ્મી સેલિબ્રીટીથી લઈને પોલિટીકસના લોકોનો પણ દર્શન કરવા માટે જમાવડો હોય છે. લોકો ભગવાન ગણેશજીની પૂંજા કરે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ લે છે.

લાલબાગ કે રાજા 2022

લાલબાગચા રાજા 2022 સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા સોમવારે તારીખ ૨૯ ઓગસ્ટના રોજ મૂર્તિના પ્રથમ દેખાવનું અનાવરણ કર્યું. આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ ૧૨ ફૂટથી વધુ છે. લાલબાગચા રાજાના દર્શન કરવા માટે બે લાઈન છે. એક મુખ દર્શન રેખા અને બીજી નવસ રેખા. નવસ રેખા એ મન્નત રેખા છે, જ્યાં ભક્તો તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે મૂર્તિના ચરણ સ્પર્શ કરે છે. મુખ દર્શન લાઈનના કિસ્સામાં ભક્તોને મૂર્તિના દર્શન થાય છે.

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે ગણેશ ચતુર્થીના બે દિવસ પહેલા સોમવારે મુંબઈમાં ગણેશજીની મૂર્તિનો પ્રથમ દેખાવ જાહેર કર્યો હતો. લાલબાગના રાજાની આ વર્ષે ૮૯મી ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે.

મુંબઈમાં ગણેશ ચતુર્થી દરમિયાન લાલબાગચા રાજા પંડાલ એક મુખ્ય આકર્ષણ છે. દર વર્ષે, હજારો લોકો પંડાલમાં તેમની પ્રાર્થના કરવા માટે સ્થળની મુલાકાત લે છે. જો કે ૨૦૨૦માં કોવિડ – ૧૯ રોગચાળો ફાટી નીકળ્યો તે સમયે ઓછા લોકોને દર્શન કરવા આવતા હતા.

લાલબાગચા રાજા 2022 ડેકોરેશન થીમ

ગણેશ ચતુર્થી 2022 : 31 ઓગસ્ટ બુધવાર જે લાલબાગચા રાજા ગણેશ મંડળમાં એક મોટો પ્રસંગ છે. 10 દિવસની ઉજવણી પહેલા, આયોજકોએ લાલબાગચા રાજા 2022ના પ્રથમ દેખાવની લાઈવ સ્ટ્રીમીંગ વિગતો શેર કરવા માટે ઈન્સ્ટ્રાગ્રામ પર લીધો, જે સોમવાર, ઓગસ્ટ 29 ના રોજ ભક્તો સાથે શેર કરવામાં આવ્યો હતો.

લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022
યુટ્યુબઅહીં ક્લિક કરો
ઇન્સ્ટ્રાગ્રામ અહીં ક્લિક કરો
ફેસબુક અહીં ક્લિક કરો
ટ્વીટરઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022
લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022
લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022

લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી?

ઈ.સ. 1934માં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી.

લાલબાગના રાજાની આ વર્ષે કેટલામી ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે.

આ વર્ષે ૮૯મી ચતુર્થી ઉજવવામાં આવે છે.

ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી?

ગણેશોત્સવની શરૂઆત લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ