આધાર કાર્ડ એ 12 અંકનો ભારતીય નાગરિક ઓળખ નંબર છે, જે ભારત સરકારવતી યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. ભરતીય નાગરિક જેમની ઉમર અને જાતિને ધ્યાનમાં લીધા વગર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા લોકો દ્વારા ચકાસણી જરૂરી પુરાવા સાથે આધાર કાર્ડ માટે નોંધણી કરી શકશે. આધાર કાર્ડનો ઉપયોગ ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સરકારી યોજનાઓના લાભ અને આધાર પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ખોવાઈ ગયેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરો

તમારા મોબાઈલમાં આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી, પરંતુ જો તમે આધાર કાર્ડ રિ-પ્રિન્ટ કરો છો તો તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે જે તમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. નવું આધાર કાર્ડ લેતી વખતે જો કોઈ વ્યક્તિ દ્વારા નક્કી કરાયેલ રકમ કરતા વધુ રકમ લેવામાં આવે તો તમે હેલ્પ લાઈન પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

ઓર્ડર આધાર PVC કાર્ડ એ UIDAI દ્વારા શરુ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચુકવીને PVC કાર્ડ પર તેની /તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે વ્યક્તિને આધાર કાર્ડ સાથે મોબાઈલ રજીસ્ટર નથી તેઓ પણ નોન-રજીસ્ટર્ડ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકે છે. તમને આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે મળી જશે, જેનો ખર્ચ 50 રૂપિયા થશે.

શું આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે? 

જો તમારું આધાર કાર્ડ ખોવાય ગયેલ છે તો મુંજાવાની જરૂર નથી, હવે તમારા મોબાઈલમાં જ આધાર કાર્ડ ડાઉનલોડ કરો. આધાર કાર્ડ PDF સ્વરૂપે મળશે. જેની તમે પ્રિન્ટ કઢાવીને ઉપયોગ કરી શકશો. હાલમાં નવી સેવા PVC આધાર કાર્ડની સેવા શરુ કરવામાં આવી છે. તમે ઘર બેઠા જ મોબાઈલ વડે PVC આધાર કાર્ડ મંગાવી શકશો જેનો ચાર્જ તમારે 50 રૂપિયા ચૂકવવાનો રહેશે.

આધાર કાર્ડ નંબર દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો

– સ્ટેપ 1 : ઓફિશિયલ સાઈટ પર જાઓ -> https://eaadhaar.uidai.gov.in – સ્ટેપ 2 : My Aadhaarના Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો – સ્ટેપ 3 : Aadhaar Number ઓપ્શન સિલેક્ટ કરો. – સ્ટેપ 4 : 12 આંકડાનો આધાર નંબર નાખી કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો. – સ્ટેપ 5 : તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download બટન પર ક્લિક કરો. – સ્ટેપ 6 : આધાર કાર્ડ PDF ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.

વર્સુયલ આઈડી (Virtual ID (VID)) દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો 

– સ્ટેપ 1 : ઓફિશિયલ સાઈટ પર જાઓ -> https://eaadhaar.uidai.gov.in – સ્ટેપ 2 : My Aadhaarના Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો – સ્ટેપ 3 : Virtual ID (VID) ઓપ્શન સિલેક્ટ કરો. – સ્ટેપ 4 : 28 આંકડાનો ડીજીટલ વર્સુયલ આઈડી નંબર નાખો, કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન કર ક્લિક કરો – સ્ટેપ 5 : તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download પર ક્લિક કરો. – સ્ટેપ 6 : આધાર કાર્ડ PDF ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.

એનરોલ્મેન્ટ આઈડી (Enrolment ID (EID)) દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો

– સ્ટેપ 1 : ઓફિશિયલ સાઈટ પર જાઓ -> https://eaadhaar.uidai.gov.in – સ્ટેપ 2 : My Aadhaarના Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો – સ્ટેપ 3 : Enrolment ID (EID) ઓપ્શન સિલેક્ટ કરો. – સ્ટેપ 4 : 16 આંકડાનો Enrolment ID (EID) નંબર નાખો, કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન કર ક્લિક કરો – સ્ટેપ 5 : તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર આવેલ OTP લખો અને Verify & Download પર ક્લિક કરો. – સ્ટેપ 6 : આધાર કાર્ડ PDF ફાઈલ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.