અમને ફોલો કરો Follow Now

MDM Valsad: MDM વલસાડ ભરતી 2023, પી.એમ.પોષણ યોજના

MDM Valsad, MDM વલસાડ ભરતી 2023: વલસાડ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) હેઠળ 11 માસની કરાર આધારીત જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

  • કુલ 06 જગ્યાઓ માટે ભરતી.
  • 10000 અને 15000 પગાર ધોરણ મળવાપાત્ર છે.
MDM Valsad Bharti 2023
MDM Valsad Bharti 2023

MDM વલસાડ ભરતી 2023

પોસ્ટ ટાઈટલMDM વલસાડ ભરતી 2023 (MDM Valsad)
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા06
સ્થળવલસાડ
વિભાગમધ્યાહન ભોજન વિભાગ વલસાડ
અરજી પ્રકારઓફલાઈન

મધ્યાહન ભોજન યોજના વલસાડ ભરતી 2023

વલસાડ જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 06 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

MDM Valsad Bharti 2023

મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેની ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામસંખ્યાલાયકાત
જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર1માન્ય યુનિવર્સીટીમાંથી 50% ગુણાંકના સાથેના સ્નાતક.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ.
માન્ય યુનિવર્સીટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રમતા.
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર
(પી.એમ.પોષણ યોજના)
5માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફુડ એન્ડ ન્યુટ્રીશયન / સાયન્સના સ્નાતક.
કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ફરજિયાત.

વય મર્યાદા

ઉમેદવારોની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 58 વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

પગાર ધોરણ

જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર જગ્યા માટે માસિક મહેનતાણું રૂ. 10,000/- ફિક્સ અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર (પી.એમ.પોષણ યોજના) જગ્યા માટે માસિક મહેનતાણું રૂ. 15,000/- ફિક્સ મળવાપાત્ર છે.

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.), કલેકટર કચેરી, વલસાડની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ . માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) વલસાડ દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. ભરતી માટે ફોર્મ ભરતા પહેલા ભરતી વિષે માહિતી મેળવી લેવી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “MDM Valsad: MDM વલસાડ ભરતી 2023, પી.એમ.પોષણ યોજના”

Leave a Comment