અમને ફોલો કરો Follow Now

VMC જુનિયર ક્લાર્ક પરિણામ જાહેર: 552 જગ્યાઓ માટે યોજાઈ હતી પરીક્ષા

VMC જુનિયર ક્લાર્ક પરિણામ, VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 552 જગ્યાઓ માટે જુનિયર ક્લાર્કની તારીખ 08-10-2023ના રોજ યોજાયેલ પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

VMC જુનિયર ક્લાર્ક પરિણામ જાહેર

વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક ૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી માટે મંડળ દ્વારા તારીખ 08-10-2023ના રોજ MCQ-OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી યોજવામાં આવેલ હતી. જે અન્વયે મંડળ દ્વારા તારીખ 04-12-2023ના રોજ આખરી ફાઈનલ આન્સર કી (Revised 2) પદ્ધતિ કરવામાં આવેલ.

VMC જુનિયર ક્લાર્ક પરિણામ જાહેર
VMC જુનિયર ક્લાર્ક પરિણામ જાહેર

જેમાં કુલ 04 પ્રશ્ન રદ કરવામાં આવેલ હોઈ કુલ 200 ગુણ. કુલ 196 પ્રશ્નો વચ્ચે વહેંચતા Pro-Rata પદ્ધતિ મુજબ 01 પ્રશ્નના કુલ 1.020 ગુણ નિયત કરવામાં આવેલ. તેમજ પ્રત્યેક ખોટા જવાબદીઠ, ખાલી છોડેલ જવાબદીઠ, પ્રશ્નમાં એક કરતા વધુ વિકલ્પ encode કરેલ હોય તેવા તથા છેકછાક કરેલ હોય તેવા જવાબદીઠ 0.255 ગુણ કાપવામાં આવેલ છે.

VMC Junior Clerk Result 2023

ઘણા લાંબા સમયથી પરીક્ષા આપેલ ઉમેદવારો VMC જુનિયર ક્લાર્ક રિઝલ્ટ 2023ની રાહ જોઈ રહ્યા હતા. હવે દરેકની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા VMC જુનિયર ક્લાર્ક પરિણામ 2023 પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મુકેલ છે.

VMC જુનિયર ક્લાર્ક પરિણામ કઈ રીતે ચેક કરવું?

ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ પર જવું.

Result (પરિણામ) ઓપ્શન પર ક્લિક કરો.

“વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક વર્ગ-૦૩” PDF ફાઈનલ ડાઉનલોડ કરો.

તમારું નામ સર્ચ કરો અને માર્ક્સ જુઓ.

નોંધ: દરેક ઉમેદવારો PDFમાં આપેલ તમામ સૂચનાઓ ધ્યાન પૂર્વક વાંચી લેવી.

પરિણામ ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસ અપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment