અમને ફોલો કરો Follow Now

દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ

દ્વારકા નગરી દર્શન: હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી 300 ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાય છે.

દ્વારકા નગરી દર્શન

ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ હવે સરકારે દ્વારકા કોરિડોર પર કામ કરશે. જે અંતર્ગત દરિયામાં ડુબી ગયેલી મૂળ દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે.

જે અંતર્ગત સરકારની કંપની ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યાં છે. આ સાથે જ મૂળ દ્વારકા (બેટદ્વારકા) માં અરબ સાગરમાં મોટો કેબલ બ્રિજ બની રહ્યો છે. જેની શરૂઆત જન્માષ્ટમીના આસપાસ થઈ શકે છે.

સમુદ્રમાં 300 ફીટ નીચે જશે સબમરીન

સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. વાઈબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, સબમરીન લોકોને સમુદ્રની નીચે 300 ફીટ સુધી લઈ જશે. જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરાવશે. આ સબમરીન ટુર લગભગ બે થી અઢી કલાલની હશે.

શું હશે સબમરીનની ખાસિયત

દ્વારકા દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીનનું વજન અંદાજે 35 ટન હશે અને આ સબમરીન પૂરી રીતે એર કન્ડિશન હશે. તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે. દરેક સીટ વિન્ડો સીટ હશે. જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી જોઈ શકશે. સબમરીનમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે. કારણ કે, અન્ય 6 લોકો ક્રુ મેમ્બર્સ હશે. તેમાં 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, એક ગાઈડ અને એક ટેકનિશિયન સામેલ હશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામા આવશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે. જેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકશો અને રેકોર્ડ કરી શકશો.

દ્વારકા નગરી દર્શન
દ્વારકા નગરી દર્શન

Leave a Comment