TATA Technologies IPO Listing : TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોના પૈસા ડબલ

TATA Technologies IPO Listing માર્કેટમાં ધમાકેદાર 140 ટકાના લિસ્ટિંગ ગેન સાથે એન્ટ્રી મારતાં જ જેમને આ શેર આઈપીઓમાં લાગ્યા હતાં તેમના માટે તો ચાંદી જ ચાંદી થઈ ગઈ છે.

TATA Technologies IPO Listing

TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રોકાણકારોના પૈસા ડબલ, 140 ટકાનો થયો નફો, જેટલો ઉત્સાહ આઈપીઓ ભરવા સમયે જોવા મળ્યો હતો તેટલો જ ઉત્સાહ રોકાણકારોમાં અત્યારે જોવા મળી રહ્યો છે.

ટાટા ગ્રૂપ (Tata Group)ની અન્ય કંપની ટાટા ટેક્નોલોજી (Tata Tech IPO Listing)એ ભારતીય શેરબજારમાં પ્રવેશ કર્યો છે. ટાટા ટેક ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થયું. લગભગ 19 વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપની શેરબજારમાં લિસ્ટ થઈ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) પછી લગભગ બે દાયકામાં ટાટા ગ્રુપનો આ પહેલો IPO છે.

કંપનાના શેરોની શાનદાર લિસ્ટિંગ થઇ છે. બીએસઇ પર ટાટા ગ્રુપનો આ શેર 140 ટકા પ્રીમિયમ સાથે 1199.95 રૂપિયા પર લિસ્ટ થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે ટાટા ટેકનોલોજીના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

આ હિસાબથી લિસ્ટિંગના પ્રથમ દિવસે રોકાણકારોને સારો નફો થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે 18 વર્ષ પછી ટાટા ગ્રુપની કોઇ કંપનીનું શેર બજારમાં લિસ્ટિંગ થયું છે. આ પહેલા 2004માં ટાટા કંસલ્ટન્સી સર્વિસ (TCS)ના શેરની લિસ્ટિંગ થઇ હતી.

આ IPO માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટાટા ટેકનો રૂ. 3,042.51 કરોડનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ IPO 64.43 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ગુરુવારે સવારે ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેર 80 ટકા અથવા રૂ. 400ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ટાટા ટેકનો આઇપીઓ પુરી રીતે પ્રમોટર અને રોકાણકારો દ્વારા 6.09 કરોડ ઇક્વિટી શેરના વેચાણની રજૂઆત છે. ઓએફએસમાં 60,850,278 શેર સામેલ છે જેમાં પ્રમોટર ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા 46,275,000 શેર સુધીના વેચાણ, રોકાણકાર અલ્ફા ટીસી હોલ્ડિંગ દ્વારા 9,716,853 શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ દ્વારા 4,858,425 ઇક્વિટી શેર સુધીનું વેચાણ સામેલ છે.

TATA Technologies IPO Listing
TATA Technologies IPO Listing

Leave a Comment