ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

TAT Result 2023 Gujarat: TAT પરિણામ 2023, તમારું TAT રિઝલ્ટ ચેક કરો

TAT Result 2023: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.25/06/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું.

TAT Result 2023 Gujarat

ધોરણ 9 અને 10 માટેની શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામ અંગે શિક્ષણમંત્રી દ્વારા ટ્વીટ કરાયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામની વિગતો જાહેર કરાઈ હતી. પરીક્ષા બોર્ડે જાહેર કરેલા પરિણામ મુજબ મેઈન્સમાં ઉપસ્થિત રહેલા કુલ 59448 ઉમેદવારોમાંથી માત્ર 5639 એટલે કે 9.48 ટકા ઉમેદવારોએ 200માંથી 140 કરતા વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. મહત્વનું એ છે કે આ પરિણામ બાદ હવે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 120 માર્કસના કટઓફ અન્વયે આગામી સમયમાં ધોરણ 9 અને 10 ના શિક્ષક માટેની જે ભરતી આવશે તેમાં માત્ર 23497 ઉમેદવાર અરજી કરી શકશે. આમ પ્રિલિમ્સ અને મેઈન્સના મળીને કુલ 121655 ઉમેદવાર નાપાસ થયા છે.

TAT Result 2023 Gujarat
TAT Result 2023 Gujarat

તારીખ 4 જૂન 2023 ના રોજ યોજાયેલ ટાટ ની પ્રિલીમ પરીક્ષામાં કુલ 1.65 લાખ વિધાર્થીઓ દ્વારા ફોર્મ ભરાયા હતા. ઉમેદવારો પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી જોઈ શકાશે. આપ સૌને જણાવી દઈએ કે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે લેવામા આવતી TAT પ્રિલિમ્સ પરીક્ષા તા.૪-૬-૨૦૨૩ ના રોજ લેવામા આવી હતી.

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ (State Examination Board)
પરીક્ષાTAT ધોરણ 9 તથા 10
આર્ટીકલ પ્રકારTAT Mains Result
પરીક્ષા તારીખ4 જૂન 2023
ઓફીસીયલ વેબસાઇટsebexam.org
રિઝલ્ટ સ્ટેટસજાહેર

TAT પરિણામ 2023 જાહેર / TAT રિઝલ્ટ 2023 જાહેર

જોકે આ વખતે TAT 2023 ની પરીક્ષા નવી શિક્ષણ નિતી અનુસાર દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવી હતી. જેમા પ્રથમ પરીક્ષા એટલે કે પ્રીલીમ પરીક્ષા મા પાસ થયેલા ઉમેદવારોને મેઇન પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પરીક્ષા આપવાની હતી. તા.4-6-2023 ના રોજ લેવાયેલી પ્રીલીમ પરીક્ષાનુ રિઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યાર બાદ ક્વોલીફાઇ થયેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા યોજવામા આવી હતી.

આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.25/06/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું. ઉમેદવાર પોતાનું રિજલ્ટ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એડ કરીને ડાઉનલોડ કરી શકશે.

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?

SEB TAT માધ્યમિક મુખ્ય પરિણામ ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • http://sebexam.org/Form/PrintResult ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો
  • પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
  • તમે રોલ નંબર / સીટ નંબર / કન્ફર્મેશન નંબર / જન્મતારીખ દાખલ કરો તમે તમારું TAT પરિણામ જોઈ શકશો.
  • ત્યારબાદ તમે તેને સેવ અથવા પ્રિન્ટ આપી શકશો.
TAT Result 2023 જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી અમને વિવિધ પ્લેટફોર્મ દ્વારા મળેલ છે તેથી માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈને વેરીફાય કરી લેવું.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ