અમને ફોલો કરો Follow Now

Shradh 2023: શ્રાદ્ધ લિસ્ટ, કઈ તારીખે કયું શ્રાદ્ધ

Shradh 2023 Date: પવિત્ર શ્રાવણ માસ પૂરો થયા બાદ હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. હવે ટૂંક જ સમયમાં શ્રાદ્ધ શરૂ થશે. શ્રાદ્ધ દરમિયાન લોકોએ ગુમાવેલ પોતાના સ્વજનો પાછળ વિધિ કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિમાં શ્રાદ્ધનું મહત્વ રહેલું છે. આ લેખમાં શ્રાદ્ધ વિશે માહિતી મેળવીએ.

Shradh 2023 List

શ્રાદ્ધ પક્ષમાં “કાગવાસ” નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટીએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. પિતૃઓની જયારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન-ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે.

Shradh 2023 List
Shradh 2023 List

29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીના 16 દિવસના શ્રાદ્ધ પક્ષમાં અલગ અલગ તિથી પ્રમાણે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરાશે. શાસ્ત્રો મુજબ, પડવાથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલ પીંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષ 16 દિવસનું હોય છે. જેમાં ચાલુ વર્ષે ચોથની તિથિનો ક્ષય અને સાતમની વૃદ્ધિ તિથી સાથે 16 દિવસનો શ્રાદ્ધ પક્ષ રહેશે.

પિતૃઓને સમર્પિત મહિનો એટલે કે પિતૃ પક્ષ મહિનો ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ મહિનો પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધ કાર્ય એટલે શ્રદ્ધાથી થયેલી ભક્તિ. જયારે પિતૃ પક્ષ શરૂ થાય છે, પિતૃઓ પ્રત્યે વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવામાં આવે છે.

આપડી સંસ્કૃતિમાં એવી એક માન્યતા છે કે શ્રાદ્ધ કાર્ય કરવામાં ન આવે તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી અને તમારા ઘરમાં સુખ શાંતિ રહેતી નથી.

શ્રાદ્ધ લિસ્ટ 2023 / Shradh List 2023 /કયું શ્રાદ્ધ ક્યાં દિવસે

તારીખવારશ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2023શુક્રવારપૂર્ણિમા શ્રાદ્ધ / એકમ શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2023શનિવારદ્વિતિયા શ્રાદ્ધ
01 ઓક્ટોબર 2023રવિવારતૃતીયા શ્રાદ્ધ
02 ઓક્ટોબર 2023સોમવારચતુર્થી શ્રાદ્ધ
03 ઓક્ટોબર 2023મંગળવારપંચમી શ્રાદ્ધ
04 ઓક્ટોબર 2023બુધવારષષ્ઠી શ્રાદ્ધ
05 ઓક્ટોબર 2023ગુરૂવારસપ્તમી શ્રાદ્ધ
06 ઓક્ટોબર 2023શુક્રવારઅષ્ટમી શ્રાદ્ધ
07 ઓક્ટોબર 2023શનિવારનવમી શ્રાદ્ધ
08 ઓક્ટોબર 2023રવિવારદશમી શ્રાદ્ધ
09 ઓક્ટોબર 2023સોમવારએકાદશી શ્રાદ્ધ
11 ઓક્ટોબર 2023બુધવારદ્વાદશી શ્રાદ્ધ
12 ઓક્ટોબર 2023ગુરુવારત્રયોદશી શ્રાદ્ધ
13 ઓક્ટોબર 2023શુક્રવારચતુર્દશી શ્રાદ્ધ
14 ઓક્ટોબર 2023શનિવારસર્વ પિતૃ અમાવસ્યા

શ્રાદ્ધ 2023 લીસ્ટ / Shradh Tithi 2023

હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે આપણે પૂર્વજોનું શ્રાદ્ધ સંસ્કાર અને પિંડ દાન કરવું જોઈએ, તેનાથી પિતૃઓને આત્માને શાંતિ મળે છે. જે લોકોને તેમના પિતૃઓની શ્રાદ્ધ તિથી કઇ છે તે ખબર નથી તે લોકો છેલ્લુ શ્રાદ્ધ એટલે જે સર્વપિતૃ અમાસ ને દિવસે શ્રાદ્ધ કાર્ય કરી શકે છે. પૂર્વજોના આત્માની સદગતિ અને શાંતિ માટે તેમજ પિતૃના આશિષ મેળવવા માટે શ્રાદ્ધ તર્પણ કરવું જરૂરી છે. આપણે ત્યા એવી માન્યતા પ્રવર્તે છે કે પિતૃના આશિષથી જીવનમાં આવતી સુખ શાંતિ જળવાઇ રહે છે અને જીવનમા આવતી અણધારી મુશ્કેલીઓ મા થી પન યોગ્ય માર્ગ મળી રહે છે.

નોંધ : Shradh 2023 List અમને વિવિધ સોશિયલ મીડિયા મારફતે મળેલ છે તેથી ખરાઈ અવશ્ય કરી લેવી.

Leave a Comment