વરસાદની આગાહી: આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

વરસાદની આગાહી: હવામાન વિભાગે રાજ્યમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે સામાન્ય અથવા તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી

આ વર્ષે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેના લીધે રાજ્યના દરેક ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે, જેના લીધે ઘણા ખરા ડેમ ઓવર ફળફલો પણ થયા છે, આ વખતે વધુ વરસાદના લીધે ધરતીના તાત કેહ્વાતા ખેડૂતોને ખુબજ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ અમદાવાદ દ્વારા 6 ઓગષ્ટ સુધુની હળવો વરસાદ રેહવાની સંભવના વ્યક્ત કરી છે, તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

જો હવામાન નિષ્ણાત અને આગહીકાર અંબાલાલ પટેલની વાત કરીએ તો તેમને જણાવ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉપર આપેલ ટ્વીટ દ્વારા જાણી શકીએ છીએ કે ગુજરાતના ક્યાં જિલ્લાઓમાં હળવેથી ભારે વરસાદ થઇ શકે ઉપર આપેલ ટ્વીટ માં ૩૧ જુલાઈ થી 3 ઓગસ્ટ સુધીની માહિતી આપવામાં આવી છે, અને અહી નીચે આપેલ ટ્વીટમાં 4 ઓગષ્ટથી લઈને 6 ઓગષ્ટ 2023 સુધીની માહિતી આપવામાં આવી છે.

જો કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી સિસ્ટમ એક્ટિવ ના હોવાના કારણે ભારે વરસાદની સંભાવનાઓ ઓછી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જે આપણે ઉપર આપેલ ટ્વીટમાં જોઈ શકીએ છીએ, જોકે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. 30મી જુલાઈએ લગભગ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગે વરસાદની આગાહી કરવાની સાથે માછીમારોને દરિયો તોફાની રહેવાની તથા ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

Leave a Comment