અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: મે 2023માં કેટલું અનાજ મળશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.48 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ મે-2023 માસનું વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા)નું વિતરણ તથા રાજ્ય સરકારની તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
  • વિનામૂલ્યે અનાજ વિતરણ
  • રાહત દરે અનાજ વિતરણ
  • 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકને લાભ
  • તારીખ 01-05-2023 થી 31-05-2023 સુધી વિતરણ શરૂ રહેશે
  • ફરિયાદ હેલ્પલાઈન નંબર 1800-233-5500, 1967, 14445

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અને રાહત દરે અનાજ વિતરણની માહિતી મેળવો. મે મહિનો 2023માં મળવાપાત્ર તમામ અનાજના જથ્થાની વિગતો આ લેખમાં આપડે વાત કરીએ.

મે 2023 વિનામૂલ્યે મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત નીચે મુજબ છે.

અનાજકેટેગરીમળવાપાત્રભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામૂલ્યે

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે 2023 માસમાં લાભાર્થીઓને રાહત દરે મળવાપાત્ર અન્ય આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની વિગત નીચે મુજબ છે.

અનાજકેટેગરીમળવાપાત્રભાવ પ્રતિ કિ.ગ્રા. રૂપિયા
તુવેરદાળતમામ 71 લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.50
ચણાતમામ 71 લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું)તમામ 71 લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.
3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.
15
ખાંડબીપીએલ કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22

વન નેશન વન રેશનકાર્ડ યોજના

દેશના અન્ય રાજ્યના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી N.F.S.A. રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા / આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને સમગ્ર વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા) મળેવી શકશે.

“My Ration” મોબાઈલ એપ્લિકેશન

દરેક લાભાર્થીને “My Ration” મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in પોર્ટલ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો.

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નંબર 1800-233-5500, 1967, 14445 તેમજ “My Ration” મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.

તમને મળવાપત્ર જથ્થો જાણોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ