PM Kisan eKYC 2023: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતભાઈઓ આર્થિક સહાય લેખે વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતભાઈઓને પીએમ કિસાન યોજના હેઠળ કુલ 12 હપ્તા સુધીની રકમ ચૂકવાઈ ગઈ છે. 13માં હપ્તાના પૈસા આપવાનું આયોજન પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan 13th Installment માટે આગતરૂ આયોજન થઇ રહ્યું છે પરંતુ તે પહેલા ખેડૂત મિત્રોઓએ PM Kisan eKYC Process Online અથવા સેન્ટર પર જઈને કરવાનું રહેશે.
PM Kisan eKYC 2023
પોસ્ટ ટાઈટલ | PM Kisan eKYC 2023 |
પોસ્ટ નામ | પીએમ કિસાન યોજના (PM Kisan eKYC Yojana 2023) |
યોજના લાગુ તારીખ | 1-12-2018 |
લાભાર્થી | દેશના ખેડૂતભાઈઓ |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતભાઈને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
સહાય | વાર્ષિક 6000 રૂપિયા |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in |
PM Kisan eKYC | ઓનલાઈન / OTP Based |
PM Kisan OTP Based eKYC
જે પણ ખેડૂતભાઈઓ PM KISAN 2023 કે તે પહેલા રજીસ્ટ્રેશન કરેલું છે તેઓ તમામ માટે PM Kisan eKYC ફરજીયાત છે. જો તમે PM Kisan Yojana eKYC કરવા માંગતા હોવ તો તમે OPT Based eKYC માટે PM KISAN PORTAL મારફતે અથવા બાયોમેટ્રિક Based માટે નજીકના CSC સેન્ટર પર જવાનું રહેશે.
આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023
PM કિસાન યોજના 2023
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કિસાનોને 2000/- ના ત્રણ સરખા હપ્તા મળીને કુલ 6000/-ની સહાય આપવામાં આવે છે. આગામી તેરમાં હપ્તાની ચુકવણીની પ્રક્રિયા શરૂ છે પરંતુ 13માં હપ્તા મેળવવા પહેલા ખેડૂતભાઈઓ ઈ-કેવાયસી કરવાનું રહેશે.
ખેડૂતભાઈને 28 ફ્રેબુઆરી પહેલાં eKYC કરવું પડશે
જે લાભાર્થીઓએ 28 ફેબ્રુઆરી સુધીમાં જો આધાર -KYC અને આધાર સિડિંગ બેંક ખાતું કરાવ્યું નહીં હશે તો તેવા લાભાર્થીઓને આગામી હપ્તો મળવાપાત્ર થશે નહીં. ખેડૂત લાભાર્થીઓ નજીકની તાલુકા પોસ્ટ ઓફિસની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં આધાર સિડિંગ સાથે કોઈપણ પ્રકારનું ફોર્મ ભર્યા વગર નવું બેંક ખાતુ ખોલાવી શકે છે અને આ યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે.
આ માટે દરેક પોસ્ટ ઓફિસમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ ઝુંબેશરૂપે જિલ્લાના ગામ-વાર કેમ્પો ગોઠવી કામગીરી પણ કરવામાં આવી રહી છે. જે માટે લાભાર્થીનું આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ વ્યક્તિની પોતાની હાજરી હોવી જરૂરી છે. જે કોઈ લાભાર્થીઓને આ PM Kisan eKYC અને આધાર સિડિંગ બાબતે કોઇપણ જાતની મુશ્કેલી હોય તો ગામના ગ્રામ સેવક, કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.
PM KISAN Helpline
- કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
- પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
- PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
- પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
- પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): pmkisan-ict@gov.in
PM કિસાન યોજનાનું eKYC કેવી રીતે કરવું?
ખેડૂત લાભાર્થીનું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે PM Kisan eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- Step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
- Step 2 – PM KISAN PORTAL ખુલશે જેમાં Farmer Corner પર જાઓ.
- Step 3 – eKYC ના વિકલ્પ પર ક્લિક કરો.
- Step 4 – eKYC પેજ ખુલશે.
- Step 5 – આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો
- Step 6 – હવે મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો.
- Step 7 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.
- Step 8 – ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- Step 9 – ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
- Step 10 – છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
PM KISAN eKYC | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
PM Kisan Sanman નિધી યોજનામાં eKYC કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
ખેડૂતોઓએ PM Kisan માટે PM Kisan Yojana eKYC ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
PM Kisan યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈનેPM Kisan Yojana eKYC કરાવી શકે છે.
2 thoughts on “PM Kisan eKYC 2023: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના eKYC કરો ઓનલાઈન”