ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Nobel Prize 2023 : જાણો આ વર્ષે કોને નોબેલ પુરસ્કાર મળ્યો છે

Nobel Prize 2023: નોબેલ પુરસ્કાર 2023 લીસ્ટ – આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પોસ્ટમાં જેમને નોબલ પ્પુરસ્કાર મળ્યા તેનું લિસ્ટ જુઓ.

Nobel Prize 2023

નોબેલને વિજ્ઞાનની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણવામાં આવે છે, તે સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટની નોબેલ એસેમ્બલી દ્વારા એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીને નોબેલ પુરસ્કાર માટે 5 વખત 1937, 1938, 1939, 1947 અને 1948માં નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને એકવાર પણ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો.

Nobel Prize 2023
Nobel Prize 2023

નોબેલ પુરસ્કાર 2023 લીસ્ટ

અર્થશાસ્ત્ર માટેનો વર્ષ 2023નો નોબેલ પુરસ્કાર હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને અપાશે. રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સીઝ દ્વારા આજે આ જાહેરાત કરાઇ છે. મહિલા શ્રમિકોના બજારના પરિણામો અંગે જાણકારી વધારવા બાબતે સુશ્રી ક્લાઉડિયા ગોલ્ડિનને નોબેલ પુરસ્કાર અપાશે. અત્યાર સુધી અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એલિનોર ઓસ્ટ્રોમ અને એસ્થર ડફ્લોને આપવામાં આવ્યો હતો. સુશ્રી ગોલ્ડિન આ પુરસ્કાર મેળવનાર ત્રીજા મહિલા હશે.

મેડિસિન અને ફિજીઓલોજી ક્ષેત્રમાં વર્ષ 2023નો નોબલ પુરસ્કાર, હંગેરીના પ્રોફેસર કેટેલીન કારીકો અને અમેરિકના પ્રોફેસર ડ્રીયુ વિસમેનને સંયુક્ત રીતે આપવામાં આવશે. બંને વૈજ્ઞાનિકોએ એવી તકનિક વિકસાવી જેનાથી mRNA આધારિત કોવિડ રસીનું નિર્માણ શક્ય બન્યું.

Nobel Prize 2023 Winners

  • મેડિસિન નોબેલ પુરસ્કાર 2023 – Katalin Karikó અને Drew Weissman ને સંયુક્ત રીતે આપવામાં આવશે
  • ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર 2023 – Pierre Agostini, Ferenc Krausz અને Anne L’Huillier ને સંયુક્ત રીતે આપવામાં આવશે
  • રસાયણશાસ્ત્ર નોબેલ પુરસ્કાર 2023 – Moungi G. Bawendi, Louis E. Brus અને Alexei I. Ekimo ને સંયુક્ત રીતે આપવામાં આવશે
  • સાહિત્ય નોબેલ પુરસ્કાર 2023 – Jon Fosse ને આપવામાં આવશે
  • નોબેલ શાંતિ પુરસ્કાર 2023 – Narges Mohammadi ને આપવામાં આવશે
  • ઈકોનોમિક સાયન્સ નોબેલ પુરસ્કાર 2023 – Claudia Goldin ને આપવામાં આવશે

આ તકનિક પર કોવિડ મહામારી પહેલા પ્રયોગ ચાલી રહ્યા પરંતુ હવે વિશ્વભરના લાખો લોકોને રસી આપવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં લાંબા સમયથી કામ કરતા બંને વૈજ્ઞાનિકોને તેમના સંશોધન માટે 2021માં પ્રતિષ્ઠિત લાસ્કર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે

Nobel Prize Indian Awardees: ભારતના નોબેલ પુરસ્કાર વિજેતા

વિદ્વાનવર્ષવિષય
રવીન્દ્રનાથ ટાગોર1913સાહિત્ય
સર સી.વી. રમણ1930ભૌતિકશાસ્ત્ર
હર ગોવિંદ ખુરાના1968ફિઝિયોલોજી/મેડિસિન
મધર ટેરેસા1979શાંતિ
સુબ્રમણ્યમ ચંદ્રશેખર1983ભૌતિકશાસ્ત્ર
અમર્ત્ય સેન1998ઈકોનોમિક સાયન્સ
વેંકટરામન રામકૃષ્ણન2009રસાયણશાસ્ત્ર
કૈલાશ સત્યાર્થી2014શાંતિ
અભિજિત બેનર્જી2019ઈકોનોમિક સાયન્સ
Nobel Prize 2023

સાહિત્ય ક્ષેત્રનો આ વર્ષનો નોબલ પુરસ્કાર નોર્વેના જોન ફોસેને આપવામાં આવશે

સાહિત્ય ક્ષેત્રનો આ વર્ષનો નોબલ પુરસ્કાર નોર્વેના જોન ફોસેને આપવામાં આવશે. સ્વીડન અકેડેમીએ કહ્યું કે જોન ફોસેને તેમના નાવિન્યસભર નાટકો અને ગધ્ય લખાણને લીધે નોબલ પરિતોષિક આપવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, ફોસે વિશ્વના સૌથી લોકપ્રિય નાટયલેખકોમાના એક છે અને તેમણે ગદ્ય લખાણમાં આગવી ઓળખ બનાવી છે તેમની રચનાઓમાં માનવ પરિસ્થિતિઓ કેન્દ્રમાં હોય છે.

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી વેરીફાય અવશ્ય કરી લો.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ