ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Meri Maati Mera Desh: મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો

Meri Maati Mera Desh: મેરી માટી મેરા દેશ, એક દેશવ્યાપી અભિયાન છે, જે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થતા ઉપલક્ષ્યમાં મનાવાય છે. “मिट्टी को नमन, वीरों का वंदन” તેની ટેગ લાઈન છે. લોકોના નેતૃત્વમાં ચાલતું આ અભિયાન, ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ કાર્યક્રમનું સમાપન સમારોહ છે. “मेरी माटी मेरा देश” સમારોહ અંતર્ગત, દેશ પોતાની વિવિધ ઉપલબ્ધિઓનો ઉત્સવ મનાવી રહ્યો છે. આ અંતર્ગત રાષ્ટ્રના રક્ષક શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

Meri Maati Mera Desh Certificate | મેરી માટી મેરા દેશ
Meri Maati Mera Desh Certificate | મેરી માટી મેરા દેશ

Meri Maati Mera Desh Certificate

‘મેરી માટી મેરા દેશ’ રાષ્ટ્રની અનેક સિદ્ધિઓની ઉજવણી કરે છે. તેમાં આપણા રાષ્ટ્રને રક્ષા કરનારા શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પણ સમાવેશ થાય છે. આ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ યોજવામાં આવશે.

પ્રધાનમંત્રીશ્રીએ દરેક વ્યક્તિને તેમના હાથમાં માટી સાથે શપથ લેતી સેલ્ફી અપલોડ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે, ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસોથી લોકો તેમની ફરજો, આઝાદીનું મૂલ્ય અને દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરી શકે તે માટે આ વર્ષે પણ દરેક ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ

આ ઝુંબેશ અંતર્ગત ગુજરાતમાં તારીખ 9 થી 15 ઓગસ્ટ 2023 સુધી સ્થાનિક કક્ષાએ પાંચ જુદી-જુદી થીમ પર કાર્યક્રમો યોજાશે. દેશભરની ગ્રામ પંચાયતોમાંથી માટી એકથી કરીને દિલ્હી ખાતે ‘કર્તવ્યપથ’ પર શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ ઝુબેંશમાં ગુજરાતના ગામડાઓમાંથી અંદાજિત 1.50 કરોડ લોકો જોડાશે અને 10 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ (Meri Maati Mera Desh Certificate) ડાઉનલોડ કઈ રીતે કરવું?

  • સૌ પ્રથમ https://merimaatimeradesh.gov.in/ સાઈટ પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ Take Pledge બટન પર ક્લિક કરો.
  • હવે જે નવું પેજ ઓપન થયું તેમાં ચાર સ્ટેપ દેખાશે, તેમાં પણ Take Pledge બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવા પેજમાં તમને તમારું નામ, મોબાઈલ નંબર, રાજ્ય અને જીલ્લો સિલેક્ટ કરી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમારો ફોટો અપલોડ કરીને ફરીથી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે એજ પેજ માં તમારૂ સર્ટીફીકેટ જનરેટ થશે અને તેને ડાઉનલોડ કરી શકશો.
સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ