ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023: આ વર્ષે સ્વતંત્રતા પર્વની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે.

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023
15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023
  • રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે યોજાશે
  • મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે.
  • વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે હાજરી આપશે.

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ 2023

રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે રાજ્યના દરેક જીલ્લામાં પણ મંત્રીઓ શ્રી દ્વારા અલગ અલગ જીલ્લામાં સ્વતંત્રતા પર્વ નિમિતે હાજરી આપવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જીલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

કેબીનેટ મંત્રીશ્રીમાં કનુભાઈ દેસાઈ નવસારીમાં, ઋષિકેશભાઈ પટેલ વડોદરામાં, રઘ્જીભાઈ પટેલ રાજકોટમાં, બળવંતસિંહ રાજપૂત સુરતમાં, કુંવરજીભાઈ બાવળિયા અમદાવાદમાં, મૂળુભાઈ બેરા કચ્છમાં, કુબેરભાઈ ડિંડોર છોટાઉદેપુર અને શ્રીમતી ભાનુબેન બાબરિયા જુનાગઢ ખાતે ધ્વજવંદન કરશે.

રાજ્યકક્ષાના મંત્રીશ્રીમાં હર્ષ સંઘવી દાહોદમાં, જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠામાં પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથમાં, બચુભાઈ ખાબડ મહીસાગરમાં, મુકેશભાઈ પટેલ ગાંધીનગરમાં, પ્રફુલભાઈ પાનશેરિયા ભાવનગરમાં, ભીખૂસિંહજી પરમાર પંચમહાલમાં અને કુંવરજીભાઈ હળપતિ નર્મદામાં ધ્વજવંદન કરશે.

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જીલ્લાના જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ