ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

Jio Space Fiber : રિલાયન્સ જિયોનો નવો ધડાકો ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે.

Jio Space Fiber

જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી : Jio એ તેની નવી ટેક્નોલોજી રજૂ કરી છે, જેની મદદથી તમને સ્પેસમાંથી સીધું ઇન્ટરનેટ મળશે. Jio Space Fiber કનેક્ટિવિટી ભારતમાં ચાર સ્થળોએ ઉપલબ્ધ છે. રિલાયન્સ જિયો નવી સ્પેસ ફાઈબર ટેક્નોલોજી (Technology) લોન્ચ કરી, જે ઉપગ્રહ (Satellite) થી બ્રોડબેન્ડ કનેક્ટિવીટી (Broadband Connectivity) આપશે, એટલે કે ગીરના જંગલ (Gir National Park) સહિત આંતરિયાળ વિસ્તારમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ (High Speed Internet) સેવા મળશે.

Jio Space Fiber
Jio Space Fiber

જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી

કંપનીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં તેનો ડેમો પણ બતાવ્યો છે. આ સેવા એલોન મસ્કની સેટેલાઇટ સેવા એટલે કે સ્ટારલિંક સાથે સીધી સ્પર્ધા કરશે. Jio એ ભારતીય મોબાઈલ કોંગ્રેસ 2023માં તેની નવી સેવાની જાહેરાત કરી છે. કંપનીએ Jio Space Fiber રજૂ કર્યું છે, જે દેશના દૂરના વિસ્તારોને કનેક્ટ રાખવામાં મદદ કરશે. આ સેટેલાઈટ આધારિત ગીગા ફાઈબર ટેક્નોલોજી છે, જેની મદદથી દૂરના સ્થળોએ ઈન્ટરનેટ પ્રદાન કરી શકાય છે.

કંપનીનું કહેવું છે કે આ સેવા દેશભરમાં સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે Jio પહેલાથી જ Jio Fiber બ્રોડબેન્ડ અને Jio AirFiber સર્વિસ ઓફર કરે છે. બંનેનું કામ લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનું છે. કંપનીએ IMC 2023માં આ સેવાની જાહેરાત કરી છે.

જિયો સ્પેસ ફાઈબર દ્વારા ભારતમાં ચાર સ્થળોને જોડવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, છત્તીસગઢનું કોરબા, ઓરિસ્સાનું નબરંગપુર અને આસામનું ONGC-જોરહાટનો સમાવેશ થાય છે. રિલાયન્સ જિયોના કનેક્ટિવિટી પોર્ટફોલિયોમાં Jio Fiber અને Jio Air Fiber પછી આ ત્રીજી મોટી ટેક્નોલોજી છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ