ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ચંદ્રગ્રહણ 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ 2023, Chandra Grahan 2023: આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે જે આજે મધ્યરાત્રીએ 1:06થી શરૂ થશે અને રાત્રે 2:22 વાગ્યે સમાપ્ત થશે. સૂતક આજ બપોરેથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સીધું રહેશે.

ચંદ્રગ્રહણ 2023

ચંદ્રગ્રહણને હિંદુ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવી છે. ચંદ્રગ્રહણને ખગોળશાસ્ત્રની સાથે અધ્યાત્મિક દ્રષ્ટીએ પણ જોવામાં આવે છે. ચંદ્ર ગ્રહણએ ખગોળીય ઘટના હોવાથી રાશિઓ પર તેની નકારાત્મક અને સકારાત્મક અસરો પડતી હોય છે. હિંદુ માન્યતા અનુસાર સુતકકાળ દરમિયાન પૂજા-પાઠ, રસોઈ વગેરે કઈ કામ ન કરવું જોઈએ.

ચંદ્રગ્રહણ 2023 | Chandra Grahan 2023
ચંદ્રગ્રહણ 2023 | Chandra Grahan 2023

Chandra Grahan 2023

આ ચંદ્રગ્રહણ સવારે 01:06 વાગ્યે શરૂ થનાર છે અને સવારે 02:22 વાગ્યે સમાપ્ત થનાર છે. આ ચંદ્રગ્રહણની 6 રાશિના લોકો પર નકારાત્મક અસર પડી શકે છે. આ ચંદ્ર ગ્રહણ ની સૌથી વધુ અસર મેષ રાશિના લોકો પર પડી શકે છે. તો ચાલો જાણીએ કઈ 6 રાશિઓ માટે ચંદ્રગ્રહણ ની શું અસર પડશે ?

આ વર્ષ 2023નું છેલ્લુ ચંદ્રગ્રહણ 2023 રાત્રે 1.06 AMથી શરુ થનાર છે અને આ 2.22 AM પર પુરૂ થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમય 1 કલાક 16 મિનિટ જેટ્લો રહેશે.. આ એક ખંડગ્રાસ Chandra Grahan હશે. આ ચંદ્રગ્રહણ અશ્વની નક્ષત્ર અને મેષ રાશિમાં લાગનાર છે. આ વર્ષ નુ એકમાત્ર ગ્રહણ છે, જે ભારતમાં જોઇ શકાસે, માટે આનો સૂતક કાળ માન્ય રહેશે. આનો સૂતક કાળ બપોરેથી શરુ થશે. માટે ચંદ્રગ્રહણનો થોડા ઘણા અંશે પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પરંતુ 6 રાશિઓ એવી છે જેના પર આ ચંદ્ર ગ્ર્હણ ની વધુ અસર પડશે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાધ્યક્ષ ડો મૃત્યુંજય તિવારી પાસે જાણીએ કે Chandra Grahan ની કઈ રાશી પર શું અસર પડશે ?

ચંદ્રગ્રહણ 2023 દરમિયાન મંદિરોમાં પણ દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવા છે.

મેષ

વર્ષનું અંતિમ Chandra Grahan ની મેષ રાશિના લોકો પર વધુ અસર પડશે. તેનાથી તમારી પર્શનલ અને પ્રોફેશનલ લાઈફ પ્રભાવિત થઇ શકે છે. તણાવના કારણે તમારૂ વર્તન પણ ખરાબ થઇ શકે છે, જેની અસર સબંધો પર જોવા મળશે. ચંદ્રગ્રહણના દિવસે કોઈ પણ રોકાણ ન કરવુ હિતાવહ છે. સ્વાસ્થ્ય ની વિશેષ કાળજી રાખવી.

વૃષભ

ચંદ્રગ્રહણના દિવસે વૃષભ રાશી ના લોકો માટે જીવનમાં તણાવ વધી શકે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક જણાવવામાં આવ્યો છે. ચંદ્રના કારણે આપણુ મન પરેશાન થઇ શકે છે. આ દિવસે ખર્ચા વધી શકે છે. ખર્ચાઓ પર કન્ટ્રોલ કરવો, નહિ તો આર્થિક તંગી થઇ શકે છે.

કર્ક

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને એના પર ગ્રહણ લાગશે. એવામાં વર્ષના અંતિમ ગ્રહણના દિવસે કર્ક રાશીના લોકોએ સાવધાન રહેવું પડશે. કર્ક રાશી માટે ચંદ્ર ગ્રહણ શુભ નહિ થાય. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સતર્ક રહી કામ કરવા ભલામણ છે. થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે. તમારા માટે કેટલીક કઠિન પરિસ્થિતિ બની શકે છે. ગ્રહણ વાળા દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.

કન્યા

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કન્યા રાશિના લોકો માટે મિશ્ર પરિણામ આપી શકે છે. એક તરફ, તમે પૈસા મેળવી શકો છો, પરંતુ ખર્ચ પર નિયંત્રણના અભાવને કારણે, તમે પૈસાની અછત અનુભવી શકો છો. જો ખર્ચાઓ પર નિયંત્રણ નહીં રાખો તો તમારે બીજા પાસેથી પૈસા ઉછીના લેવા પડે તેવી પણ પરિસ્થિતિ બની શકે.

વૃશ્ચિક

વર્ષના આ બીજા ચંદ્રગ્રહણના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના શત્રુઓથી સાવધાન રહેવા ભલામણ છે. શત્રુઓ તમારા માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે તમારા આયોજનો ને ગુપ્ત રાખવા જોઈએ. ધ્યાન રાખો કે તમારી માહિતી લીક ન થાય, અન્યથા તેનો દુરુપયોગ થવાની શકયતા છે. જો કે,આ ચંદ્રગ્ર્હણ ને લીધે નોકરી કરતા લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધવાની અપેક્ષા છે.

મીન

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તમારી રાશિના આઠમા ભાવમાં થશે. આ કારણે તમારી લવ લાઈફમાં તણાવ વધી શકે છે. તમારા લવ પાર્ટનર સાથે ધીરજ રાખો. એવી વર્તણૂક અથવા ભાષાનો ઉપયોગ કરશો નહીં જે તમારા સંબંધોને અસર કરે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. શાંતિથી બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરો. આ દિવસે મિત્રો સાથેના સંબંધો બગડવાનો ભય રહેશે.

નોંધ: આ ચંદ્રગ્રહણ 2023 લેખમાં આપેલ તમામ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. ચંદ્રગ્રહણ 2023 વિશેની માહિતી માટે નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ