ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્ક અને ઈજનેરની જગ્યાઓ માટે ભરતી

જામનગર મહાનગરપાલિકા ક્લાર્ક ભરતી: Jamnagar Municipal Corporation ખાતેની વહિવટી અને ટેકનિકલ કામગીરીમાં સરળતા અને ખાતાના કામની સગવડતા માટે અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) અને જુનિયર ક્લાર્ક – કોમ્પ્યુટર ઓપરેટરની કુલ 60 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 11 માસના કરાર આધારિત જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

Jamnagar Mahanagarpalika ખાતેની વહિવટી અને ટેકનિકલ કામગીરીની જરૂરિયાતને ધ્યાને લઈ આપેલ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કોઈ પણ જાતના હક્ક-હિસ્સા વગર ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Jamnagar Municipal Corporation Bharti 2023

જગ્યાનું નામકુલ જગ્યા
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)30
જુનીયર ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર30
કુલ જગ્યા60

JMC Bharti 2023 / JMC Recruitment 2023

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

શૈક્ષણિક લાયકાત

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) માટે માન્ય યુનિવર્સીટીમાંથી બી.ટેક અથવા બેચલર ઓફ સિવિલ એન્જિનિયરીંગ અથવા ડિપ્લોમાં ઇન સિવિલ એન્જિનિયરીંગ પાસ. સરકાર શ્રી દ્વારા નિયત કરાયેલ કોમ્પ્યુટરનું પુરતું નોલેજ ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દદી તથા અંગ્રેજી ભાષાના જાણકાર.

જુનીયર ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર માટે માન્ય યુનિવર્સીટીના કોઈ પણ ગ્રેજયુએટ. અંગ્રેજી/ગુજરાતી ડેટા એન્ટ્રી વર્ક માટે કોમ્પ્યુટર ટાઈપીંગની ચોક્કસાઈપૂર્વક 5000 કી ડીપ્રેશન પ્રતિ કલાક – 17 શબ્દ પ્રતિ મિનિટ સ્પીડ ધરાવતા હોવા જોઈએ (સ્પીડ વીથ એક્યુરેસી). ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસીફિકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – 1967 મા દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝીક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર.

પગાર ધોરણ

અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 17,000/- અને જુનીયર ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 15,500/- મળવાપાત્ર છે.

વયમર્યાદા

ઉમેદવારોની વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની રહેશે. તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે અરજી કરવાની અંતિમ તારીખને ધ્યાને લેવામાં આવશે. વયમર્યાદા સબંધમાં અરજી કરવાની અંતિમ તારીખ કટ ઓફ ડેટ ગણવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો એ www.mcjamnagar.com ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 30-09-2023
અરજી છેલ્લી તારીખ : 14-10-2023

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ