ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ, પરીક્ષા પદ્ધતિમાં બદલાવ - MY OJAS UPDATE

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ, પરીક્ષા પદ્ધતિમાં બદલાવ

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ

ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો 2024: હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે. દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર લેવાશે. આ પેપર ભાગ A અને B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે. વિષયોમાં પણ થયો ફેરફાર

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ
ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ

LRD ના નવા નિયમો જાહેર

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

ક્રમવિષયમાર્ક્સ
Part A
1Reasoning and Data Interpretation30
2Quantitative Aptitude30
3Comprehensions in Gujarati Language20
Total80
Part B
1The Constitution of India30
2Current Affairs, Science and Technology, General Knowledge40
3History, Cultural Heritage and Geography of Gujarat and Bharat 50
Total 120
Total Part A and Part B200

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

કોર્સનો સમયગાળોવધારાના ગુણ
1 વર્ષ3
2 વર્ષ5
3 વર્ષ8
4 વર્ષ કે તેથી વધુ10
ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ

આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

પરિપત્ર જુઓઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી અને સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી.

Leave a Comment