ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ફિક્સ પે આનંદો : રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો

ફિક્સ પે આનંદો : ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી દિવાળી સમયે મોટી ભેટ આપી છે.

ફિક્સ પે આનંદો

સરકારી કર્મચારી આનંદો : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 4 ટકાનો વધારો કરવાની સાથે ગુજરાતની રાજ્ય (ભુપેન્દ્ર પટેલ) સરકારે પણ ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને દિવાળીની ખાસ ભેટ આપી છે. રાજ્ય સરકારે ફિક્સ પગાર કર્મચારીઓના વેતનમાં સીધો 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ફિક્સ પે આનંદો
ફિક્સ પે આનંદો

રાજ્ય સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલવારી પહેલી ઓક્ટોબર-2023ની અસરથી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ થશે.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ.40,800 થશે. વર્ગ-3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.19,950થી વધીને રૂ.26,000 થશે. જ્યારે વર્ગ-4ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થઈ જશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વના નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ