ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર કર્યો, લેન્ડરમાંથી બહાર આવતું રોવર - MY OJAS UPDATE

ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર કર્યો, લેન્ડરમાંથી બહાર આવતું રોવર

રોવર પ્રજ્ઞાન, Chandrayaan 3 Rover Video: ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર કર્યો, પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર પ્રયાણ કરતું દેખાય છે.

રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર

ISRO દ્વારા ચંદ્રયાન 3 લેન્ડીંગ બાદનો પ્રથમ વિડીયો જાહેર કર્યો છે, જે એક અદ્ભુત નજારો છે, આ વિડીઓ ખુબ જ શાનદાર છે. આપ મોબાઈલ પર જ જોઈ શકશો ટ્વીટરના માધ્યમથી કે કેવી રીતે લેન્ડરના રેમ્પ પરથી ઉતરીને પ્રજ્ઞાન રોવર બહાર આવી રહ્યું છે.

હાલ ઈસરો સાથે સમગ્ર દેશન ખુબ જ ખુશ છે કારણ કે ચંદ્રયાન 3નું સફળ લેન્ડીંગ થયું છે ત્યારથી દરેક દેશ કે વિદેશ તરફથી ઈસરોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને દરેક ખુશી વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ચંદ્રયાન 3ના સફળ લેન્ડીંગ બાદ પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર પ્રયાણ કરતું દેખાય છે તે વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Chandrayaan 3 Rover Video

ઈસરો દ્વારા જે વિડીઓ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ચંદ્રયાન 3માંથી પ્રજ્ઞાન રોવર ઉતરતું જોવા મળે છે, આ જોઇને ફરીથી દેશવાસીઓની છાતી ગદગદ થઇ ગઈ તેવી અનુભવી રહ્યું છે. હાલ ચંદ્રયાનની સફળતાની જ વાતો થઇ રહી છે.

જેની દરેક ભારતીય જ્યારથી ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો ઈસરો દ્વારા આજે એક્સ એટલે કે ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે, ચંદ્રયાન 3 ની સપાટી પર સફળતાપૂર્વક વિક્રમ લેન્ડ થયા પછી 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. ઈસરો એ હાલ આ વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળીને ચંદ્રની સપાટી પર ચાલવા લાગ્યું. આ વિડીયો જોઇને સમગ્ર ભારતીયોને ગૌરવની અનુભૂતિ થઇ રહી છે.

રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર
રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર

Leave a Comment