ઇમ્યુનિટી બુસ્ટ: આ પાંચ રીતે તમે તમારી ઇમ્યુનિટીને કરી શકશો બુસ્ટ

ઇમ્યુનિટી બુસ્ટ: ઇમ્યુનિટી બુસ્ટ કેવી રીતે કરવી, રોજીંદા જીવનમાં અમુક સરળ પદ્ધતિઓ અમલમાં મુકીને આપણે આપના શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી બુસ્ટ) કરી શકીએ છીએ.

ઇમ્યુનિટી બુસ્ટ

રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી બુસ્ટ) કેવી રીતે વધારવી એ દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય છે, તો અહી આજે આપણે ઇમ્યુનિટીને બુસ્ટ કરવાની પાંચ સરળ રીત જાણીશું.

ઇમ્યુનિટી બુસ્ટ કેવી રીતે કરવી?

સ્વસ્થ આહાર લેવો

આપણા જીવનમાં સારા સ્વાસ્થ્ય માટેની પહેલી શરત એ છે કે આપણે આપણા ડાયટને હેલ્ધી રાખીએ. જો એમ નહી કરીએ તો અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જમવામાં બીટા કેરોટીન અને વિટામિન સી સહિત ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે. નારંગી, મોસંબી, લીંબુ જેવી વસ્તુઓનું રોજ સેવન કરો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કસરત કરો

ખરેખર આપણે હાલ આ ભાગ-દોડ વાળી લાઈફ સ્ટાઇલમાં કસરત કરવા માટે સમય કાઢતા જ નથી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દૈનિક કસરત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે વધુ સારું છે કે તમે દરરોજ એક કલાક જીમમાં પરસેવો પાડો. જો આ શક્ય ન હોય તો શક્ય તેટલું ચાલવાનો પ્રયાસ કરો. આ સિવાય સીડી ચઢો અને ભારે વસ્તુઓ ઉપાડો. આમ કરવાથી તમારી શારીરિક ગતિવિધિઓ ઓછી નહીં થાય.

હાઈડ્રેટેડ રહો

આપણું મોટા ભાગનું શરીર પાણીથી બનેલું છે, તે માત્ર શરીરને હાઇડ્રેટ જ રાખતું નથી પરંતુ શરીરમાંથી ખતરનાક ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી અથવા તેટલી જ માત્રામાં આરોગ્યપ્રદ પ્રવાહી પીશો તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે, જેનાથી રોગોનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે.

પુરતી ઊંઘ લેવી

સારા સ્વાસ્થ્ય અને રોગમુક્ત રહેવા માટે આપણા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. મોટાભાગના નિષ્ણાતો ભલામણ કરે છે કે તંદુરસ્ત પુખ્ત વયના લોકો દરરોજ 7 થી 8 કલાક ઊંઘે છે. ઓછી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર પડે છે.

ખુશ રેહવાનો પ્રયાસ કરો

કોરોના જેવી બીમારીથી ડરવું સ્વાભાવિક છે, પરંતુ તમારા જીવનમાં બિનજરૂરી ટેન્શન અને સ્ટ્રેસ લેવાથી રોગોનું જોખમ વધી શકે છે. તમારે શક્ય તેટલું ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

Disclaimer: આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. MYOJASUPDATE.NET આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

ઇમ્યુનિટી બુસ્ટ
ઇમ્યુનિટી બુસ્ટ

Leave a Comment