GSRTC Update: ગુજરાત એસટી બસ ભાડામાં વધારો

ગુજરાત એસટી બસ ભાડામાં વધારો: ગુજરાત એસટીમાં હવે મુસાફરી મોંઘી પડશે કારણ કે GSRTC દ્વારા બસના ભાડામાં સરેરાશ 20 થી 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 2014 પછી આ પ્રથમવાર ભાડામાં સુધારો કરીને વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત એસટી બસ ભાડામાં વધારો

એસ.ટી નિગમ દ્વારા વર્ષ 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જયારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડિઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જયારે ગુજરાત એસ.ટી દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફરી ભાડામાં કોઈ જ વધારો કરેલ નથી.

ગુજરાત એસટી બસ ભાડામાં વધારો
ગુજરાત એસટી બસ ભાડામાં વધારો

વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જયારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.

ગુજરાત એસટી બસના ભાડા કેટલા વધ્યા

GSRTC દ્વારા એસટી બસના ભાડામાં અંદાજે 25% જેટલો વધારો કર્યો છે. ગુજરાત અને અન્ય રાજ્યોના ભાડા નીચે મુજબ છે.

ક્રમરાજ્યનું નામલોકલએક્સપ્રેસનોન એસી સ્લીપર
1ગુજરાત
(હાલનું જુનું ભાડું)
0.640.680.62
ગુજરાત
(નવીનનું ભાડું)
0.800.850.77
2મહારાષ્ટ્ર1.451.451.98
3ઉત્તરપ્રદેશ1.301.641.94
4આંધ્રપ્રદેશ0.921.071.36
5પંજાબ1.221.462.19
6મધ્યપ્રદેશ1.251.381.73
7તેલંગાણા0.830.951.18
8કેરલા1.001.101.20
9રાજસ્થાન0.850.901.27

નોંધ: ઉપર આપેલ લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર ભાડું પ્રતિ કિમી/મુસાફરી ભાડું રૂપિયામાં આપેલ છે.

આમ GSRTC દ્વારા લોકલ બસના ભાડામાં 16 પૈસાનો, એક્સપ્રેસ બસના ભાડામાં 17 પૈસાનો અને નોન એસી સ્લીપર કોચ બસના ભાડામાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારશ્રીના વર્ષ 2003ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેચીસના ભાવમાં વધારો થતા ભાડા વધારો કરવાનો થાય છે. નિગમની લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ. 1 થી રૂ. 6 સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.

પરિપત્ર વાંચો : અહીં ક્લિક કરો

નોંધ: અમારા દ્વારા આપવામાં આવતી માહિતી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેળવીને આપના સુધી પહોંચાડવામાં આવે છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી અવનવી માહિતી પહોંચે. તેથી દરેક માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment